ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ ૬ ઉમેદવારો મેદાનમાં

0

ગાંધીનગર: ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ૨૩મી એપ્રિલના રોજ યોજાવાની છે. જેના માટે ૩૦ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આજે 9મી એપ્રિલ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. આજે પિક્ચર સ્પષ્ટ થતાં મેદાનમાં 6 ઉમેદવારો છે.

જેમને ચૂંટણી અધિકારીએ ચૂંટણી ચિહ્ન ફાળવ્યા છે. જે નીચે મુજબ છે,

૧. ભૃગુરાજસિંહ ચૌહાણ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ

૨. હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર
ભારતીય જનતા પાર્ટી

૩. મૌલિકભાઈ વિનુભાઈ શાહ
ભારતીય નેશનલ જનતા દળ

૪. જીતેશકુમાર સેવક
અપક્ષ

૫. નિરૂપાબેન માધુ
અપક્ષ

૬. મહેન્દ્રભાઈ પરમાર
અપક્ષ

ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે.