સુરત: સુરતના ઓલપાડમાં આજે મોટી દુર્ઘટના ઘટી હતી. વહેલી સવારે રાંધણ ગેસના સિલિન્ડરો ભરેલી બસ અને શાળાની બસ વચ્ચે ટક્કર થઈ હતી અને ત્યારબાદ ભીષણ ધડાકા સાથે આગ લાગી હતી. ટ્રકમાંના સિલિન્ડરો હવામાં ઉછળ્યા હતા અને ધડાકાભેર ફાટ્યા હતાં. અવાજ એટલો મોટો હતો કે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. આગ લાગતા ટ્રકમાં રહેલા સિલિન્ડરો એક પછી એક ફાસ્ટ હતાં. રાહતની વાત એ છે કે આ બસના 20થી વધુ બાળકોને બચાવી લેવાયા છે.સુરતના ઓલપાડના માસમા ગામે મોટી દુર્ઘટના થઈ હતી. આજે વહેલી સવારે રાંધણ ગેસના સિલિન્ડરો ભરીને જઈ રહેલી ટ્રક સાથે સામાન્ય બસ ટકરાતા ગાડી પલટી મારી ગઈ હતી. ઘટના આજે સવારે આશરે સાડા છ વાગ્યે ઓલપાડ રોડ પર બની હતી. ઓલપાડના માસમા ગામે ગેસના બાટલાઓ લઈને જતી ઈન્ડિયન ઓઈલ કંપનીની ટ્રક સાથે અન્ય ટ્રકની ટક્કર થતા ગાડી પલટી ખાઈ ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ બસ સાથે સિલિન્ડરો ભરેલી ટ્રક અથડાયા બાદ તેના એન્જિનમાં આગ લાગી હતી. આગની લપેટોમાં સિલિન્ડરો આવતા વિસ્ફોટ થવાના શરૂ થઈ ગયાં હતા. જોતજોતામાં તો આખી ટ્રક આગની જ્વાળાઓમાં હોમાઈ ગઈ હતી. તે જ સમયે ત્યાંથી રેડિયન્ટ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી જે આગની લપેટમાં આવી ગઈ હતી. બસ ભડભડ સળગી ઉઠી હતી. જો કે રાહતની વાત એ રહી કે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બસના તમામ બાળકોને રેસ્ક્યુ કરી લેવાયા હતા.