બાંગ્લાદેશ: BNP (બાંગ્લાદેશનેશનાલિસ્ટ પાર્ટી) એ બુધવારથી ભારતની ત્રિપુરા સરહદ સુધી લોંગ માર્ચ શરૂ કરી છે. આ લોંગ માર્ચને ‘ઢાકાથી અખૌરા લોંગ માર્ચ’ નામ આપવામાં આવ્યું છે. પાર્ટીની કૂચ સવારે 9 વાગ્યે ઢાકાના નયા પલ્ટન સ્થિત પાર્ટી હેડક્વાર્ટરથી આ રેલી શરૂ કરવામાં આવી. ત્યારબાદ BNP નેતાઓએ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી.BNPના વરિષ્ઠ સંયુક્ત મહાસચિવ રૂહુલ કબીર રિઝવીએ રેલીની શરૂઆત કરાવી હતી. પાર્ટીના જણાવ્યા અનુસાર આ લોંગ માર્ચ ત્રિપુરાના અગરતલામાં બાંગ્લાદેશ દૂતાવાસ પર તાજેતરમાં થયેલા હુમલાના વિરોધમાં આયોજિત કરવામાં આવી છે. આ દરમિયાન રૂહુલ કબીર રિઝવીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારત અને મમતા બેનર્જી પર નિશાન સાધ્યું છે.