મુંબઈ:બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે, શૂટરો લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોન બિશ્નોઈના સીધા સંપર્કમાં હતા. અધિકારીઓને ખાતરી છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ છે, જોકે હત્યાનું કારણ જાણી શકાયું નથી.મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકી મર્ડર કેસની તપાસ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને પહેલીવાર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની શૂટર્સ સાથે સીધી કડી મળી છે. હત્યાના શંકાસ્પદ ત્રણ શૂટરોએ હત્યા પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાતચીત કરી હતી. અનમોલ બિશ્નોઈ શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં પણ હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો. આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.