ધારેલી સફળતા કે અંધારી જિંદગી, વાસ્તુમાં બધી સમસ્યાના ઉકેલ છે?

મે વિચાર પણ નહિ કર્યો હોય તેવી સમસ્યાઓથી હું ઘેરાયેલી છુ. એક બાજુ ન ધારેલી સફળતા અને બીજી તરફ અંધારી જિંદગી. મને ખબર નથી કે વાસ્તુમાં આવી કોઈ સમસ્યાનો ઉપાય છે કે નહિ. પણ ખબર નહિ કેમ, મારું મન કહે છે કે તમારી સાથે આ વાત કરીશ તો કૈક તો સોલ્યુસન નીકળશે. મારા માતાપિતાના લગ્ન કોઈ કોમન સગાના લીધે થયા હતા. મને સમજાતું નથી કે કેટલાક લોકોને અન્યને પરણાવવામાં મજા શું આવે છે. બંને એક બીજાથી સાવ અલગ છે. એમને જોડ્યા માત્ર પેલા સગાની વાર્તાઓએ. લગ્નના ત્રણ વરસમાં પણ કોઈકને કોઈક તકલીફો આવી પણ મારો જન્મ થઇ ગયો. શું કામ થયો? જે માણસો એક બીજા માટે બન્યા નથી એમને કોઈ હક નથી આવો. દરરોજના ઝગડા. મારું બાળપણ મારી માની જીદ અને મારા પિતાજીની વેદના વચ્ચે પસાર થઇ ગયું.

સતત ચિંતા રહેતી કે એ લોકો અલગ થઇ જશે તો હું ક્યાં જઈશ? મેં સંગીત શીખવાનું શરુ કર્યું અને સફળતા પણ મળી. લોકોને મારો અવાજ ગમ્યો. પણ એનાથી શું? હું નિશાળમાં મોડી પડતી કારણકે મારો નાસ્તો મોડો બનતો. પિતાજીની સામાજિક જવાબદારીઓ અને ઉપરથી ઘરને પણ સાચવવું પડતું. મમ્મીને ઘરના કામમાં રસ જનહતો. વળી કોઈ પણ માણસ રડે એટલે મમ્મી રડતી અને પોતેજ દુખી છે એવું બતાવતી. હું સાવ નાની હતી તો પણ હું સમજતી કે જયારે પપ્પાને ખબર પડશે તો તોફાન આવશે. પપ્પાને ખબર પડી અને તોફાન ન આવ્યું. એ શાંત થઇ ગયા. કદાચ એમની જિંદગીનો એ સહુથી મોટો આઘાત હતો. એ કુટુંબને ભેગું રાખવા મથતા અને મમ્મી એની જીદ પકડી રાખતી. ધીમે ધીમે હું મોટી થઇ ગઈ. મારા મિત્રોને મારા ઘરે આવવું હતું પણ હું ક્યાં બોલવું? અહી ઘર થોડું જ હતું? આ તો મહાભારતનું મેદાન હતું. એક દિવસ મને ખબર પડીકે મારા ક્લાસમાં ઘણાના માબાપ આવીજ રીતે જીવે છે. તમને અંકલ કહું? તમારાથી ખુબ નાની છુ. મેં તમારી દીકરીનું નિર્ભયા એન્થમ જોયું છે. કદાચ એનાથી થોડી મોટી. તમે મારા ઘરને ઘર બનાવવાનો ઉપાય આપશો?

તમારી વાત ખરેજ દુખદ છે. પણ સચ્ચાઈ પણ આ જ છે. માણસ લગ્ન શા માટે કરે છે? હાર જીતની બાજી લગાવવા માટે? આપણી સમાજ વ્યવસ્થા પણ એજ છે. વર પક્ષ ને કન્યા પક્ષ. બંને એક બીજાના વિરુદ્ધ. દીકરી અને વહુનો ભેદ અને દીકરા અને જમાઈનો ભેદ. નબળા આધાર પર ઉભેલા સંબંધો લાંબુ ચાલતા નથી. તમારી વાત સાચી છે કે માત્ર સમાજને દેખાડવા બાળકનો જન્મ ન થવો જોઈએ. જ્યાં સુધી એની માવજત કરવાની સુજ અને ક્ષમતા ન આવે ત્યાં સુધી એ નિર્ણય બાળક માટે નુકશાનકારક બની જાય છે. કોઈએ વાર્તા બનાવીને લગ્ન કરાવ્યા. પણ પછી જયારે ખબર પડી કે એ માહિતી ખોટી હતી તો બંને જેવા હતા એવા સ્વીકારી લેવાની જરૂર હોય છે અથવાતોતુરંત છુટા થઇ જવું જોઈએ. બીજું કે લગ્ન ની શરૂઆતમાં કોઈ પણ પુરુષની કેરિયરની પણ શરૂઆત હોઈ શકે. એ વાત જો પત્ની ન સમજે તો તે પોતાનાંજ જીવનમાં ઝેર ઘોળે છે. આપણે દાદ આપવી પડે કે આવા સંજોગોમાં પણ તમે પોતાનું સ્થાન બનાવી શક્યા છો. જયારે બે છેડા વચ્ચે વાતચીત પૂરી થઇ જાય ત્યારે સમસ્યા વધતી જાય છે. તમે બંને વચ્ચે વાતચીત કરાવવા પ્રયત્ન કરો. ભલે લડતા. એક વાર મનમાંથી બધોજ ગુસ્સો નીકળી જશે પછી એક બીજા માટેની લાગણી જન્મ લઇ શકશે. લગ્નના સત્યાવીસ વરસમાં કોઈક ક્ષણો એવી હશેને કે એકબીજાને પસંદ હોય? એના અંગે વાત કરવા પ્રયત્ન કરો. આલોકો જો છુટા થવાના હોત તો થઇ ગયા હોત. હવે ચિતા કરવાની જરૂર નથી.

વાસ્તુના સંદર્ભમાં વિચારીએ તો તમારા નાનાના ઘરે વાયવ્યનો દોષ છે, તેથી દીકરી સાસરે સુખી ન થાય તેવું બને. તમારા મમ્મી વાયવ્યના બેડરૂમમાં રહેતા. તેથી તેમનો સ્વભાવ ઉતાવળીઓ અને જીદ્દી થઇ ગયો. વળી લગ્ન પણ ઉતાવળિયા નિર્ણય થી જ થયા. તમારા નાના ઘરમાં રસ લેતા ન હતા તેથી અન્યની મદદથી લગ્ન થયા. પેલી વ્યક્તિને જવાબદારી માંથી છુટવું હતું એટલે વાર્તા બનાવીને બંનેને ભેગા કરી દીધા.તમારા પિતા પૂર્વમાં રહેતા હતા તેથી તેમનો સ્વભાવ જ્ઞાન પ્રાપ્ત કરવા વાળો અને સિધાંત વાળો થયો. એ લોકો લગ્ન પછી અગ્નિના બેડરૂમમાં સુવા ગયા. અહી જો યુગલ રહેતું હોય તો લડ્યા કરે પણ એકબીજાને છોડે નહિ. તમે નાનપણથી નૈરુત્યમાં રહ્યા તેથી ઘરના વડીલ તમે બની ગયા. ડાયનીંગ ટેબલ બ્રહ્મમાં છે. તેથી ચર્ચાઓ વધારે થાય યાતો ઘરના બધા સદસ્યો એક સાથે બેસીને જમેં નહિ. ડાયનીંગ ટેબલ પર કાંસાના વાડકામાં ગુલાબની પાંદડી રાખો. સર્વપ્રથમ તો તમે તમારા માબાપ સાથે રૂમ બદલી નાખો. ઘરમાં ગુગલનો ધૂપ કરો અને બંને પાસે શિવલિંગ પર અભિષેક કરાવો. ચોક્કસ ફેર પડશે.