ભારતીય જ્યોતિષના અભ્યાસ દરમ્યાન સૌથી મોટો કોયડો ગ્રહોના શુભ અને અશુભત્વને નક્કી કરવાનો છે. ઘણા ગ્રંથો વાંચો પણ કુંડળીમાં ગ્રહો કેવી રીતે વર્તશે, તેનક્કી કરવું લગભગ સરળ નથી જ, તે આજે પણ બધા જ્યોતિષી સ્વીકારે છે. ગ્રહોને ક્યારે શુભ કહેવા અને ક્યારે અશુભ કહેવા? તેનો જવાબ કોઈ પણ પુસ્તક સ્પષ્ટ પણે આપી શક્યું નથી, તેવિનમ્ર ભાવે સ્વીકારવું પડે. આધુનિક જ્યોતિષીઓ કોઈ પણ ગ્રહને શુભ કે અશુભ નથી સમજતા, તેઓ માત્ર તેની સાથે જોડાયેલ ભાવને જ જુએ છે. પરંતુ મૂળ જ્યોતિષમાં કેટલાક એવા સિદ્ધાંત છે, જેનેપ્રકાશમાં લાવવાની જરૂર જણાઈ હતી.
લઘુ પરાશરીમાં પરાશરીય જ્યોતિષના મહત્વના સિદ્ધાંત આવરી લેવાયા છે. આ બધામાં પણ પરાશરીય જ્યોતિષનોમૂળ સિદ્ધાંત કે જે ફળકથનમાં એકદમ સચોટ પડે છે, તે છે કેન્દ્રાધિપત્ય દોષ! ગુરુ, શુક્ર, બુધ જો કેન્દ્રના સ્વામી બને તો તેઓ શુભ હોઈ, અશુભ બની જાય છે અથવા કેટલાકને મતે તેઓ શુભ ફળ આપતા નથી. ૧,૪,૭ અને ૧૦માં ભાવના સ્વામી જયારે જયારેગુરુ, શુક્ર, બુધ બને ત્યારે તેઓ આ દોષના લીધે શુભ ફળ આપી શકતા નથી.કેન્દ્રાધિપત્ય દોષ ગુરુગ્રહને સૌથી વધુ લાગે છે, ત્યારબાદ શુક્રને લાગે છે.
વિસરાઈ ગયેલ નિયમ: કેન્દ્રાધિપત્ય દોષ ક્યારે લાગે અને ક્યારે નથી લાગતો?
સામાન્ય રીતે કેન્દ્રાધિપત્ય દોષગુરુ, શુક્ર, બુધ જો કેન્દ્રના સ્વામી બને તો તેમને કેન્દ્રાધિપત્ય દોષને લીધે અશુભ ગણી લેવામાં આવે છે. પરંતુ, કાળક્રમે ઘણા નિયમો વિસરાઈ ગયા છે.ગુરુ, શુક્ર, બુધ જો કેન્દ્રના સ્વામી બને અને જો કેન્દ્રમાં જ રહે તો જ તેમને આ પૂર્ણદોષ લાગે છે. આ પૂર્ણ નિયમ છે. તેઓમાંકેન્દ્રાધિપત્ય દોષને લીધે આવેલા પાપત્વ, જો તેઓ અશુભ સ્થાનોમાં બેસે તો સમાધાન પામે છે, અર્થાતકેન્દ્રાધિપત્ય દોષનું સમાધાન થાય છે. કેન્દ્રના સ્વામી શુભ ગ્રહ, ૩,૬,૮ અને ૧૨માં સ્થાને હોય તો તેઓમાં અશુભતા રહેતી નથી.
વિસરાઈ ગયેલ નિયમ: કોણાધિપત્ય દોષ! જે પાપગ્રહને લાગે છે…
જ્યોતિષના બધા ગ્રંથોમાં કેન્દ્રાધિપત્ય દોષ વિષે ઘણું લખાયું છે, પરંતુ કોણાધિપત્ય દોષ ક્યાંય વાંચવા મળતો નથી. કોણાધિપત્ય દોષએ પરાશર જ્યોતિષનો વિસરાઈ ગયેલ નિયમ અને ખૂટતી કડી કહી શકાય તેવો નિયમ છે. કોણાધિપત્ય દોષ કુદરતી પાપગ્રહો, શનિ, મંગળઅને સૂર્યને લાગે છે. આ ત્રણ ગ્રહો, જો કોણસ્થાન એટલે કે ૫ અને ૯ના સ્વામી બને તો તેઓને આ દોષ લાગે છે, કોણાધિપત્ય દોષ લાગ્યા બાદ, તેનું સમાધાન થાય તે માટે આ અશુભ ગ્રહો જો ૩,૬,૮ અને ૧૨માં સ્થાને હોય તો તેમનુંઅશુભત્વ નાશ પામે છે.કોણાધિપત્ય દોષ કુદરતી પાપગ્રહો, શનિ, મંગળઅને સૂર્યને લાગે છે, તેઓ જો કોણ સ્થાનોમાં રહે તો સ્વગૃહી હોવા છતાં અશુભ બની શકે છે.
શુભ કે અશુભ ગ્રહો જો૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે શું પરિણામ મળે?
જો શુભ ગ્રહો ગુરુ, શુક્ર, બુધ૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે તેઓ જો કેન્દ્ર સ્થાનમાં બિરાજે તો તેમનું અશુભત્વ નષ્ટ થાય છે અને એક વિશિષ્ટ યોગ બને છે.જો શુભ ગ્રહો ગુરુ, શુક્ર, બુધ ૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે તેઓ જો કેન્દ્ર સ્થાનમાં બિરાજે તો તેઓ યોગકારક ગ્રહોની જેમ ફળ આપે છે.
જો અશુભ ગ્રહો,શનિ, મંગળઅને સૂર્ય૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે, તેઓ ખુબ અશુભ બની જાય છે, અને પોતાનું અશુભ ફળ તીવ્રતાથી આપે છે.જો અશુભ ગ્રહો, શનિ, મંગળઅને સૂર્ય ૩,૬,૮ અને ૧૨ના સ્વામી હોય ત્યારે તેઓ ત્યાં જો સ્વગૃહી હશે તો પણ તેઓનું ફળ અશુભ હોય તેવું જાણકારોનું માનવું છે, તેઓનું અશુભત્વ તેઓ જો કોણ સ્થાનોમાં એટલે કે ૫ અને ૯માં ભાવમાં તેઓ જો બિરાજે તો જ નષ્ટ થાય અને આ ગ્રહો યોગકારક બની જાય છે.