પુષ્ય નક્ષત્ર તેમજ ધનતેરસથી લાભ પાંચમ સુધીના શુભ મુહુર્ત જાણો અહી…

દીપાવલી સંવત ૨૦૭૪-૨૦૭૫;ઈ.સ.૨૦૧૮ના શુભ મુહુર્ત લક્ષ્મી પૂજન, ચોપડા ખરીદવાના મુહુર્ત:

દીપાવલી સંવત ૨૦૭૪-૨૦૭૫;ઈ.સ.૨૦૧૮ના મોટા તહેવારો, ધનતેરસ, દિવાળી, બેસતું વર્ષ અને લાભ પાંચમના દિવસોના શુભ મુહુર્તની યાદી નીચે આપેલ છે, આપણે જાણીએ છીએ કે નવા વ્યવસાય અને વર્ષના આરંભે જો મુહૂર્તનો સમય સાચવી લઈએ તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય છે. જ્યોતિષ અને તમામ શુભ-અશુભનો આધાર કે બીજએ સમય જ છે. માટે શુભ સમયે કાર્યનો આરંભ કરીને આપણે સફળતા નક્કી કરી શકીએ.

પુષ્ય નક્ષત્ર, તારીખ ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ બુધવાર, ૨૬:૩૪ સુધી, આસો વદ સાતમ, સોનું, ચાંદી, ચોપડા વગેરે ખરીદવા માટે શુભ છે.

૦૬:૪૫ થી ૦૮:૦૯ લાભ

૦૮:૦૯ થી ૦૯:૩૪ અમૃત

૧૦:૫૮ થી ૧૨:૨૩ શુભ

૧૬:૩૬ થી ૧૮:૦૧ લાભ

૧૯:૩૭ થી ૨૨:૪૮ શુભ, અમૃત

તારીખ ૦૫ નવેમ્બર ૨૦૧૮, આસો વદ તેરસ, સોમવાર (૨૩:૪૬ સુધી તેરસ તિથિ છે). ધનતેરસના દિવસે પ્રથમ ચોઘડિયું ૦૬:૪૮ થી ૦૮:૧૨ અમૃત શ્રેષ્ઠ જણાયું છે, ૦૮:૧૨થી ૦૯:૩૫ રાહુ કાળ છે.

ધનતેરસ: લક્ષ્મી પૂજન/ ચોપડાખરીદી વગેરેના મુહુર્ત:મુહૂર્તના સમયે કુંડળી મુકીએ તો ઉદિત રાશિ જો સ્થિર સ્વભાવની હોય તો કાર્યમાં સ્થિરતા અને અ-ક્ષરતા આવે છે, પ્રચલિત મત મુજબ ઘણા લોકો સ્થિર લગ્નને મુહુર્તમાં પસંદ કરે છે, ધન તેરસ, ૦૫ નવેમ્બર ૨૦૧૮ના દિવસે સ્થિર લગ્નના સમય:વૃશ્ચિક૭:૪૭થી ૧૦:૦૧, કુંભ: ૧૩:૫૪થી ૧૫:૨૫, વૃષભ ૧૮:૩૮થી ૨૦:૩૬.

તારીખ ૦૭ નવેમ્બર ૨૦૧૮ બુધવાર, આસોવદ અમાસ: દિવાળી (૨૧:૩૧ સુધી), મહાલક્ષ્મીપૂજન, ચોપડા પૂજન વગેરેના મુહુર્ત:તારીખ ૦૭ નવેમ્બર ૨૦૧૮, આસોવદ અમાસ દરમ્યાન સ્થિર લગ્નના સમય:વૃશ્ચિક૭:૩૮થી૦૯:૫૩, કુંભ: ૧૩:૪૬થી ૧૫:૧૯, વૃષભ ૧૮:૩૦થી ૨૦:૨૮.

નવું વર્ષ વિક્રમ સંવત ૨૦૭૫, (એકમ) શરુ થાય ૨૧:૩૨,૦૭-૧૧-૨૦૧૮, એકમ પૂર્ણ થશે ૨૧:૦૭, ૦૮-૧૧-૨૦૧૮.

તારીખ ૦૮ નવેમ્બર ૨૦૧૮, ગુરુવારના બેસતા વર્ષમાં શુભ મુહુર્ત:

૦૬:૫૦થી ૦૮:૧૩ શુભ

૧૨:૨૩ થી ૧૩:૪૬ લાભ

૧૩:૪૬ થી ૧૫:૧૦ અમૃત

૧૬:૩૩ થી૧૯:૩૩ શુભ, અમૃત

તારીખ ૦૮ નવેમ્બર ૨૦૧૮ના બેસતા વર્ષના દિવસ દરમિયાન સ્થિર લગ્નના સમય: વૃશ્ચિક ૭:૩૪થી ૦૯:૫૦, કુંભ: ૧૩:૪૧થી ૧૫:૧૫, વૃષભ ૧૮:૨૬થી ૨૦:૨૪.

તારીખ૧૨ નવેમ્બર ૨૦૧૮ સોમવાર, કારતક સુદ પંચમ: લાભપંચમીના શુભ મુહુર્ત:તારીખ ૧૨ નવેમ્બર ૨૦૧૮ના લાભ પંચમીના દિવસ દરમિયાન સ્થિર લગ્નના સમય: વૃશ્ચિક ૭:૧૮થી ૦૯:૩૪, કુંભ: ૧૩:૨૬થી ૧૪:૫૯, વૃષભ ૧૮:૧૦થી ૨૦:૦૮.

 

અહેવાલઃ નીરવ રંજન