રાશિ ભવિષ્ય 06/11/2023 થી 12/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન તમારા મગજ માં વધુ વિચારો માનસિક થાકની લાગણી અને કામ ટાળવાની વૃતિ જગાવે તેના કારણે ક્યાંક ખોટી વાર્તાલાપ કે વાદ વિવાદ ની સંભાવના બની શકે.નાની નાની વાત માં ગુસ્સો ના આવે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરી માં તકેદારી રાખવી જરૂરી છે. બજાર માં કામકાજ કરતી વખતે કામ માં ધ્યાન કેન્દ્રિત ઓછું થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લાવ્યા ની લાગણી નો અનુભવ થયા કરે. કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી. ખટપટ કે મજાક કરવાવાળા લોકો થી દુર રહેવામાજ શાણપણ છે.


લાગણીશીલ બની જવાય તેવું સપ્તાહ છે. તમારા સ્વભાવ માં કોઈના કામ માં સહભાગી થવાના ગુણ જાગે વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામાં,સગા સ્નેહીમી તમે મજાક કરવાની વૃતિ વાળા બનો. જૂની ઓળખાણ કે જૂની યાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી પ્રભાવી બની શકે છે.બજાર ના કામકાજ માં ઉત્સાહ ને સફળતા જોવા મળે તેવી સંભાવના વધુ રહેલી છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકેછે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવી વસ્તુ શીખવી હોય તો આ સમય નો સદઉપયોગ કરવો સારો છે.


સપ્તાહ દરમિયાન ક્યારેય વાણી વિલાસના થાય તેનું દયાન રાખવું ઇચ્છનીય છે. ધરમાં કે કુટુંબ માં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજ માં ગેરસમજ થવાની સંભાવના રહેલી છે. કોઈ જગ્યા એ આકસ્મિક ખર્ચ થાય તેવું પણ બની શકે છે. આરોગ્ય બાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે. બજાર ના કામકાજ માં ધીરજ અને અનુભવ થી કામકાજ કરવું અન્ય ની વાત માં દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે. નોકરી કે વ્યવસાય માં સમય નો દુરુપયોગ અને કારણ વગર ની કામકાજ માં સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવું જરૂર પુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


મિલન મુલાકાત કે હરવા ફરવા માં સમય વધુ પસાર થાય, તમારા કામ ની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબ કે આસપાસ ના કોઈ જાહેર કાર્યક્રમ માં જવા ના યોગ છે તેમાં તમારી હાજરી નું વર્ચસ્વ પણ દેખાય.બજાર ના કામકાજ માં તમને ઉત્સાહ અને નવીન કાર્ય કરવા ની વૃતિ જાગે. યુવા વર્ગ ને તેમના મિત્ર વર્તુળ માંથી સારી જાણકારી કે વાત સંભાળવા મળે તેમજ મિત્ર વર્તુળ માંથી સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દરમિયાન થોડો માનસિક ઉદ્ગ્વેગ જોવા મળી શકે છે ક્યાંક ને ક્યાંક અશાંતિ રહ્યા કરે. વિચારો ની માયાજાળ માં ફસાયેલા રહો. કોઇની વાતને કારણે કોઈના પર ગુસ્સો ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. બજાર ના કામકાજ માં ધીરજ નો અને અનુભવ નો અભાવ વર્તાય અને તેની અસર પણ કામકાજ માં દેખાઈ આવે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફ થી પણ પરેશાની રહે તેવી સંભાવના રહેલી છે. તમારી લાગણી દુભાતી હોય તેવું તમને માનશીક રીતે વધુ લાગે પણ જો શાંતિ જાળવી પ્રભુ ભક્તિ માં ધ્યાન અને મન પોરવી રાખો તો ઘણી માનશીક શાંતિ નો અનુભવ કરી શકો.


મન ની ઈચ્છા પૂરી થતી હોય તેવા એંધાણ દેખાવાની સંભાવના વધુ રહેલી છે. કોઈ તમારી પસંદગી ની વાત જાણે અજાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ કરી જાય તેવા સંજોગો સંભવિત વધુ બને છે. ધાર્મિક ભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિક કે ધાર્મિક કાર્ય માં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, બજાર ના કામકાજ માં કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસ માં વધારો કરી શકે છે. ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારું મન આનંદ ની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થી વર્ગ કે યુવા વર્ગ જે કોઈ નોકરી કે વ્યવસાય માં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી વાત જાણવા મળે.


વિદેશ જવા ઈચ્છા ધરાવતી વ્યક્તિ માટે કોઈ લાભ ના કે સારી જાણકારી પ્રાપ્ત થાય તેવા સંજોગ ઉભા થઇ શકે છે. લગ્ન ની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવા વર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાની સંભાવના રહેલી છે જૂની વાત ક્યાય અટકેલી હોય તેમાં પણ પ્રયત્ન કરવા માં આવે તો નસીબ જોગ સંજોગ પણ સાથ આપી શકે છે. બજાર ના કામકાજ માં ગણતરી અને આયોજન પૂર્વક ના કામકાજ માં પણ સફળતા સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ ના યોગ પણ બની રહ્યા છે તેમાં તમે આનંદ ઉત્સાહ અનુભવી શકો છે. તમારામાં સહકાર આપવાની ની ભાવના વધુ જાગે તેવું પણ બની શકે છે.


જાહેર જીવન માં તમને લોકો વચ્ચે થોડી મજાક મસ્તી કરવાની વૃતિ વધુ જાગે પરંતુ તેમાં તમારાથી કોઈ ની લાગણી ના દુભાય કે કોઈ ની ઉશ્કેરાટ ના ભોગ ના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જુના ક્યાય ઘરમાં કે નજીક ના સગા સ્નેહી માં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોય તો તેવા સંબંધને સુધારવા ની કોશિશ કરતા તેમાં પણ સફળતા દેખાઈ શકે છે. બજાર ના કામકાજ માં તમને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામ માં સારી ઉપસી આવે.નવીન કાર્ય કરવા માં તમને અન્ય નો સાથ સહકાર કે માર્ગ દર્શન સારું મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ વધી શકે છે.


ધીરજ નો અભાવ અને અધીરા પણું વધુ જોવા મળી શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબત થી તકેદારી રાખવી. ખટપટ કરનાર વર્ગ થી દુર રેહવાની જરૂર છે જેથી ખોટી વાત માં દોરવાઈ ના જવાય. બજાર ના કામકાજ માં ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે. સલાહ, ઠપકો કે કઈ પણ પ્રકારનું માર્ગદર્શન કોઈ ને આપતા પેહલા વિચાર કરવો જરૂ છે કે તેમાં તેને કોઈ ગેરસમજ ના થઇ જાય. વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટ શબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહ પૂર્વક વર્તવા થી ઘણી શાંતિ અને સરળતા રહી શકે છે.


યાત્રા કે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારા માં ધાર્મિક ભાવના,વધુ જાગે લોક કલ્યાણ ના વિચારો વધુ જાગે તેવું સંભવિત છે સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવા માં અઘરો પડતો હોય તો તે વિષય શીખવા માં વધુ મહેનત કરવાથી સરાફ ફળ ની પ્રાપ્તિ થઇ શકે છે.બજાર ના કામકાજ માં લાભ ની કોઈ વાત સંભવિત બની શકે છે. લગ્ન માટે ની વાતચીત ગોઠવવી અને તેમાં મિલન મુલાકાત કરવી તેમાં કોઈ નો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનાર વર્ગ આ સપ્તાહ દરમિયાન તેમાં કોઈ પણ પ્રકાર ની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે.


કામકાજ માં વ્યસ્તતા અને માનસિક થાકની લાગણી અનુભવો. કામકાજ માં સમય નો વ્યય પણ વધુ થઇ શકે કોઈ નો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવી સંભાવના રહેલી છે માટે ધીરજ અને પોતાના આત્મવિશ્વાસ થી કામ માં રચ્યા પચ્યા રેહવું વધુ યોગ્ય છે. બજાર માં કામકાજ દરમિયાન નિર્ણય શક્તિ નો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘર માં વડીલ વર્ગ કે ઓફીસ માં ઉપરી અધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થવા ની સંભાવના રહેલી છે માટે “ ઓછું બોલવું વધુ સંભાળવું “ ની નીતિ અપનાવી વધુ યોગ્ય છે. મુસાફરી, પ્રવાસ થોડો કંટાળાજનક અને સમયના વ્યય થાય તેવો રહી શકે.


સપ્તાહ દરમિયાન ક્યાંક લાભ ની વાત ની આપ-લે થઇ શકે છે. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન મુલાકાત માં તમે તમારી કોઈ ગમતી વાત સંભાળવા કે રજુ કરવાની તક મળી શકે છે. બજાર ના કામકાજ માં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. માર્કેટિંગ ક્ષેત્ર માં તમારી જૂની મિલન મુલાકાત ની યાદી બનાવી તેમાં કામ કરવાથી લાભ સંભવિત બની શકે છે. મુસાફરી કે પ્રવાસ નું આયોજન સંભવિત બની શકે છે.  પેટ,અપચા ની તકલીફ સંભવિત છે, વડીલ વર્ગ ને જુના સંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિક કે ધાર્મિક કામકાજ માં જોડવા ની વૃતિ વધુ જાગે, કોઈ પ્રવૃત્તિ માં અન્ય નો સાથ સહકાર મળી શકે છે.