કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવી દો.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણ કે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે.
સપ્તાહ દરમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે.