આણંદ : સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય રોગ વાહકજન્ય રોગોને નિયંત્રણ કરવા ટેકનોલોજીના ઉપયોગની પહેલ કરવામાં આવી છે. ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સર્વે તેમજ દવા છંટકાવ પ્રોજેક્ટનો પ્રારંભ આણંદ ખાતે ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો. સામાન્ય દિવસોમાં લીકેજથી સ્થિર ભરાયેલ પાણી મેલેરિયા, ફાઇલેરિયા, ડેન્ગ્યુ પરોપજીવીના વિકાસમાં મદદ કરે છે. તેમજ ચોમાસાની સાનુકૂળ આબોહવા મચ્છરજન્ય રોગોને પ્રોત્સાહન આપે છે. તેના નિયંત્રણ માટે સાત/ દસ દિવસની અંદર મચ્છરને લારવા અવસ્થામાં નાબૂદ કરીને તેમના પ્રજનન ચક્રને તોડવું ખૂબ જ જરૂરી છે. 30 થી 35 ટકા વિસ્તાર જેમાં તળાવ, મોટા ખાડાઓ, કચરાનું ડમ્પિંગ, સાઈડ રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી ટાંકીઓ અને ખુલ્લા પાત્રો વગેરે એવા સ્થળો છે જેને ગ્રાઉન્ડ ટીમ દ્વારા શોધવા કે ત્યાં આગળ લારવા સાઈડ સ્પ્રે કરવો સંભવ હોતું નથી.