વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન હાલના સમયમાં ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે 2 ઓગષ્ટ, 1939માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટને એક પત્ર લખ્યો હતો. આ પત્રના લીધે આઈન્સ્ટાઈન ફરી ચર્ચામાં આવ્યા છે. કારણે કે આ પત્ર ₹32.7 કરોડ ($3.9 મિલિયન)માં વેચાયો છે. 85 વર્ષ જૂના આ પત્ર આઈન્સ્ટાઈને અણુ બોમ્બના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે વિશેનો છે. આ ઐતિહાસિક દસ્તાવેજમાં ભૌતિકશાસ્ત્રી લીઓ સ્ઝિલાર્ડ દ્વારા સહ-હસ્તાક્ષર કરાયેલ છે. આ પત્ર ફ્રેંકલિનની લાયબ્રેરીમાંથી મળ્યો છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આઈન્સટાઈને પ્રથમવાર અમેરિકાને રાષ્ટ્રપતિને પરમાણુ બોમ્બ બનાવવાન સલાહ આપી હતી. આઈન્સ્ટાઈન બીજા વિશ્વ યુદ્ધ સમયે નાઝી જર્મનીમાંથી ભાગી આવ્યા હતા. તે સમયે તેઓ જર્મનીના પરમાણુ શસ્ત્રો વિકસાવવાની સંભાવનાને લઈને ખૂબ જ ચિંતિત હતા. પત્રમાં, તેમણે રૂઝવેલ્ટને નાઝી વૈજ્ઞાનિકો પરમાણુ વિભાજનમાં સફળતા હાંસલ કરવાના છે તેવી સંભાવના વિશે ચેતવણી આપી હતી. તેમણે આ ખતરાનો સામનો કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા તેના પોતાના પરમાણુ સંશોધનને સમર્થન અને પ્રાથમિકતા આપવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.