અમદાવાદ: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને AIMAનો શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ 2023-24 એનાયત કરવામાં આવ્યો છે. દર વર્ષે AIMA, લોકલ મેનેજમેન્ટ એસોસિએશનના યોગદાનને “બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશન એવોર્ડ”થી સન્માનિત કરે છે. આ વર્ષે 11મી સપ્ટેમ્બર, 2024ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત AIMAના ‘ઇન્ડિયાઝ એસેન્ટઃ નેવિગેટિંગ ગ્લોબલ અનસરટેઈનીટી’ થીમ પરના 51મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ સાથે જ AMAએ વ્યાવસાયિક સંચાલનમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે 1990 થી 2014 દરમિયાન 20 વખત AIMAએ દ્રારા શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિયેશન એવોર્ડ (કેટેગરી-૧) પ્રાપ્ત કર્યો છે.અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ભારતમાં મેનેજમેન્ટ પ્રોફેશનની રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA)ના પ્રમોટર અને સ્થાપક-સભ્યો પૈકીમાનું એક છે. AMA ગુજરાત સરકાર દ્રારા મેનેજમેન્ટ તાલીમ માટેની માન્ય સંસ્થા છે. સાથે જ આંતરરાષ્ટ્રીય વેપારને લગતી બાબતો પર ગુજરાતની રુચિ ધરાવતા ઉત્પાદનો અને સેવાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને નિરંતર શિક્ષણને લગતા વિવિધ તાલીમ કાર્યક્રમો, પરિષદો અને સેમિનારોનું આયોજન કરે છે. આંતરરાષ્ટ્રીય વેપારના ક્ષેત્રમાં સંશોધનને સમર્થન પણ આપે છે. AMA દ્રારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન તેના પોતાના એક અનોખા મોડેલમાં નવીન કાર્યક્રમો અને વાઇબ્રન્ટ પ્રવૃત્તિઓનું આયોજન કરી એક અજોડ માર્ગ પ્રસ્થાપિત કર્યો છે.