અમદાવાદ: વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ મહોત્સવ 2024ની ઉજવણી માટે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડને સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ‘ચાલો ઉજવીએ, વિશ્વનો સૌથી લાંબો અને સૌથી ભવ્ય નૃત્ય મહોત્સવ’ના બોર્ડ ગુજરાત સરકારના ટુરિઝમ વિભાગ દ્વારા ઠેર-ઠેર મૂકવામાં આવ્યા છે.
આ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ‘જયમાં આદ્યશક્તિ’ થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ટ્રેડિશનલ પહેરવેશ સાથેના ગરબા મહોત્સવમાં જાણીતા કલાકારો મંચ પરથી પરફોર્મ કરશે. મંચ પરના જાણીતા કલાકારોની પ્રસ્તુતિથી રાસ ગરબાના રસિયા ઝૂમી ઉઠશે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)