સુરત: અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે. જે ઉભરતા કલાકારોના માધ્યમથી કલાના વિવિધ સ્વરૂપોને પ્રોત્સાહન આપવા અને તેને દર્શકો સમક્ષ રજૂ કરવાનો સુંદર પ્રયત્ન કરી રહ્યું છે. અમદાવાદમાં પાંચ આવૃત્તિ, વડોદરામાં બે અને સુરતમાં એક આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે અભિવ્યક્તિ આગામી 6 અને 7 એપ્રિલના રોજ સુરતમાં બીજી આવૃત્તિનું આયોજન કરેલ છે. “એવરી સ્ટોરી મેટર્સ”ની થીમ સાથે અભિવ્યક્તિ-સુરતનું બે દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ ફેસ્ટિવલમાં નવેમ્બર-ડિસેમ્બર 2023 દરમિયાન અભિવ્યક્તિની અમદાવાદ ખાતે યોજાયેલ પાંચમી આવૃત્તિ દરમિયાન ભજવાયેલાં અને વખણાયેલ પ્રદર્શનો રજૂ કરવામાં આવશે.