આપની ભૂતપૂર્વ PM મનમોહન સિંહને ભારત રત્ન આપવાની માગ

નવી દિલ્હીઃ દેશના પ્રખર અર્થશાસ્ત્રીઓમાંના એક અને રાજકારણમાં શાલિનતાના પ્રતીક ગણાતા સ્વ PM મનમોહન સિંહની અંતિમ યાત્રા શનિવારે સવારે 9.30 કલાકે AICCના વડા મથકથી સ્મશાન ઘાટ માટે શરૂ થશે.

તેમણે દેશની અર્થતંત્રને મજબૂત બનાવવા માટે ઘણાં મહત્વપૂર્ણ પગલાં લીધાં હતાં. તેમણે દેશની આર્થિક નીતિઓ પર ઘેરી છાપ પાડી હતી. ડો. મનમોહન સિંહના નિધન પર કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. PM નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને અન્ય વરિષ્ઠ નેતાઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, જ્યારે દેશભરમાં લોકો તેમના યોગદાનને યાદ કરી રહ્યા છે. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમે કાળી પટ્ટી પહેરીને તેમનું સન્માન કર્યું છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે ભૂતપૂર્વ PM મનમોહન સિંહને ભારત રત્ન આપવાની માગ કરી છે. વળી, ભૂતપૂર્વ PM ડો. મનમોહન સિંહને  યાદ કરતાં  સુબોધ કાંત સહાયે કહ્યું હતું  કે ભૂતપૂર્વ PMને ઝારખંડ સાથે ઊંડો લગાવ રહ્યો છે. તેમણે મનરેગાની શરૂઆત માટે ઝારખંડની પસંદગી કરી હતી. આ પહેલી યોજના હતી, જે કામદારોને ઓછામાં ઓછા 100 દિવસની રોજગારીની ખાતરી આપે છે.

તેમના પાર્થિવ દેહને રાત્રે જ તેમના દિલ્હી નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે છે, જેમાં કોંગ્રેસ હેડક્વાર્ટરમાંથી તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. અહેવાલો મુજબ તેમના અવસાન સમયે તેઓ આશરે 15 કરોડ રૂપિયાની સંપત્તિ પાછળ છોડી ગયા છે.