લખનૌઃ ઉત્તર પ્રદેશમાં છેલ્લા એક દિવસમાં ભારે વરસાદને લીધે 10 લોકોનાં મોત થયાં છે. રાહત કમિશનરની ઓફિસના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન ભારે વરસાદથી મૈનપુરીમાં પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે જાલૌન અને બાંદામાં બે-બે લોકો અને એટામાં એક વ્યક્તિનું મોત થયાં હતાં. હવામાન વિભાગે અયોધ્યા અને રુહેલખંડ વિસ્તારોમાં એક ડઝનથી વધુ જિલ્લાઓમાં બહુ વરસાદ, અચાનક પૂર અને વરસાદથી જોડાયેલી અન્ય ઘટનાઓની ચેતવણી જારી કરી છે.
રાહત કમિશનર જીએસ નવીનકુમારે કહ્યું હતું કે હાલ વરસાદને જોતાં વધુ વરસાદને જોતાં જિલ્લાઓની 24 કલાક નિગરાની માટે પૂર PAC, SDRF અને NDRFની ટીમોની જરૂરિયાતને હિસાબે તહેનાત કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 28.6 મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના 75 જિલ્લાઓમાં 51માંથી વધુ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં હાથરસમાં સૌથી વધુ 186 મિમી વરસાદ નોંધાયો છે. બુલંદ શહેર અને સંભલમાં ધોરણ 1 થી 12 સુધીની તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.