20 ધારાસભ્યોની જીતને હાઇકોર્ટમાં પડકારવામાં આવી

અમદાવાદ-વિધાનસભા ચૂંટણી પતી ગઇ, નવી સરકાર રચાઇ ગઇ અને વહીવટ પણ સંભાળી લીધો છે તેવામાં ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે ચિંતાની લકીરો ખેંચાય તેવી અરજી હાઇકોર્ટમાં થઇ છે. આ અરજીમાં પાંચ હજાર કરતાં ઓછા મતે જીતનારા 20 ધારાસભ્યોની જીતને પડકારવામાં આવી છે.આ ધારાસભ્યોમાં ધોળકાથી જીતનારા શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બાબુ બોખીરીયા અને કોંગ્રેસના શૈલેષ પરમારનું નામ પણ છે. આ સિવાય જોઇએ તો દેવભૂમિ દ્વારકા, ગારીયાધાર, પાટણ, માંડવી, ગાંધીનગર ઉત્તર અને જમાલપુર-ખાડીયા બેઠકનો પણ સમાવેશ થાય છે.

અરજીમાં ચૂંટણી પંચની પ્રક્રિયા અને મતગણતરી પણ શંકાનું નિશાન તાકવામાં આવ્યું છે. એટલું જ નહીં પુરાવાઓ દર્શાવી 20 ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. જે 20 બેઠક અરજીમાં મેન્શન કરવામાં આવી છે તેમાં 16 જેટલી બેઠક એ છે કે જેમાં 3 હજાર કરતાં ઓછાં મતે ઉમેદવાર વિજયી બન્યાં છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 327 મતથી જીત્યાં છે.