36 માસમાં 1,00,000 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા, ખાનગી કંપનીનું ઇનિશિએટિવ

અમદાવાદઃ કેડીલા ફાર્મા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે કંપનીએ ભારતભરમાં આવેલા તેના સંકુલોમાંકુલ 1,00,000 વૃક્ષો રોપવાની પ્રતિજ્ઞા લીધી છે. સંસ્થાએ અત્યાર સુધીમાં અમદાવાદ, ધોળકા, કડી, જમ્મુ અને અંકલેશ્વર સહિત 5 સ્થળે આવેલા તેના સંકુલોમાં 1500થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે.

કેડીલા ફાર્માએ ધરતીનાં આરોગ્યમાં વધારો કરવાની પ્રવૃત્તિમાં યોગદાન આપવાની શરૂઆત તેના ભાટ ખાતે આવેલાકોર્પોરેટ સંકુલથી કરી હતી. આ સંકુલની રચના આસપાસનાં વિસ્તારોમાં કુદરતી વાતાવરણ જળવાઈ રહે અને માનવ તથા પ્રકૃત્તિ વચ્ચે સંવાદિતા જળવાઈ રહે તેવા ઉદ્દેશ સાથે કરવામાં આવી છે. તાજેતરમાં કંપની દ્વારા તેના શુદ્ધિકરણ પ્લાન્ટમાં સુધારણા કરાઈ તે પર્યાવરણ પ્રત્યેની તેની કટિબધ્ધતાનું વધુ એક ઉદાહરણ છે.

આ પ્રકારની કામગીરીના વિસ્તરણ તરીકે કેડીલા સતત સલામત, સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણ માટે પણ કામ કરી રહી છે. આથી જ કંપનીએ બગીચાઓ અથવા રસ્તાઓ ઉપર વૃક્ષો વાવવાનો અભિગમ પણ હાથ ધર્યો છે. આ જ પ્રકારે સંસ્થાએ કુલ 1,00,000 વૃક્ષોના વાવેતરની પ્રતિજ્ઞા લઈને પૃથ્વી પરનું હરિયાળુ આવરણ જાળવી રાખવાની નેમ વ્યક્ત કરી છે.

આ ભાવના પ્રત્યે પોતાના મંતવ્યો વ્યક્ત કરતાં કેડીલા ફાર્માસ્યુટિકલ્સના સીએસઆર હેડ- શ્રી બી.વી. સુરેશે જણાવ્યું હતું કે “યુનાઈટેડ નેશન્સના પર્યાવરણ વિકાસના વિઝન અનુસાર કામ કરવા માટે અમે કટિબધ્ધ છીએ. આ ધ્યેયો અપનાવવાનું અમારા માટે સાહજીક છે અને એ દિશામાં અમે એવી નીતિઓ અને ઝૂંબેશ હાથ ધરી છે કે જે

આસપાસનાં વાતાવરણને અંદર અને બહારથી બહેતર બનાવે. આ વર્ષે આજ સુધીમાં અમે ગુજરાતમાં 5500થી વધુ વૃક્ષો વાવી ચૂક્યા છીએ અને વર્ષ 2020 સુધીમાં 38,000  વૃક્ષો ઉછેરવા માટે અમે સજ્જ બન્યા છીએ.”