ગ્લોબલ ઍન્ટ્રપ્રિન્યોરશિપ સમિટમાં ઇવાંકા ઇફેક્ટ? 400 સ્લૉટો પર 44,000 દાવેદારી

નવી દિલ્હી- આશરે 44 હજાર એન્ટ્રપ્રિન્યોર્સ આ મહિને આયોજીત થનારા ગ્લોબલ એન્ટ્રપ્રિન્યોરશિપ સમિટમાં ભાગ લેવાની હોડમાં લાગ્યા છે. એટલા માટે સમિટ માટે નિશ્ચિત કરવામાં આવેલી 400 જેટલી જગ્યાઓ પર પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા માટે હોડ જામી છે. આ સમિટમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી અને એડવાઝર ઈવાન્કા ટ્રમ્પ સહિત દુનિયાભરના ટોચના સીઈઓ અને એકેડમિક્સ ભાગ લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંમેલનનું ઉદઘાટન કરાવશે. 28 નવેમ્બરના રોજ આ સમિટનું આયોજન ભારત અને અમેરિકા સાથે મળીને કરી રહ્યા છે. ગ્લોબલ એન્ટ્રપ્રિન્યોરશિપ સમિટનું આ આઠમું એડિશન છે અને પ્રથમવાર ભારતમાં આનું આયોજન થઈ રહ્યું છે. આયોજનમાં બોલી લગાવવા માટે હૈદરાબાદે ચાર અન્ય શહેરોને પાછળ છોડી દીધા છે અને આ જ શહેરમાં જેઈસીનું આયોજન થવા થઈ રહ્યું છે. ઈવાન્કા ટ્રમ્પ એક હાઈપ્રોફાઈલ અમેરિકી પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે જેની થીમ “વુમન ફર્સ્ટ, પ્રોસ્પેરિટી ફોલ ઓલ” હશે. આમાં મહિલા એન્ટ્રપ્રિન્યોર્સની મદદ દુનિયાભરમાં આર્થિક વિકાસને વધારો આપવા પર જોર આપવામાં આવશે.

જો કે આ સંમેલનનું ફોકસ ચાર ઈનોવેટિવ, હાઈગ્રોથ ઈન્ડસ્ટ્રીઝ, ચિકિત્સા અને જીવન વિજ્ઞાન, ડિજિટલ ઈકોનોમી એન્ડ ફાઈનાન્શિયલ ટેક્નોલોજી, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને મીડિયા એન્ડ એન્ટરટેઈન્મેન્ટ પર હશે. દુનિયાભરના 40 દેશોના અલગ-અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા વક્તાઓ આ સંમેલનને સંબોધિત કરશે અને આશરે 100 જેટલા દેશના એન્ટ્રપ્રિન્યોર આમાં ભાગ લેશે. જોન ચૈંબર્સ અને વેલ્યુ ઈન્વેસ્ટિંગ માટે પ્રસિદ્ધ ફેરફેક્સના બોસ પ્રેમ વત્સ જેવા દિગ્ગજો પોતાના વિચારો રજૂ કરશે. એમઆઈટીના પ્રોફસર કાર્લો રૈટી અને સ્ટૈંડફર્ડના મનુ પ્રકાશ તેમજ જોનાથન લેવિન જેવા પૈનલિસ્ટ વિશ્વ સામે આવી પડેલા પડકારોના ઈનોવેટિવ એન્ટ્રપ્રિન્યોરિયલ સોલ્યુશન્સ પર તર્ક વિતર્કો કરશે.