પીએમ મોદી દાઉદી વ્હોરા સમુદાયના કાર્યક્રમમાં સામેલ થયા…

0
1346
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 સપ્ટેંબર, શુક્રવારે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સૈફી મસ્જિદ ખાતે દાઉદી વ્હોરા સમુદાયના એક ધાર્મિક આયોજિત કાર્યક્રમ ‘અશરા મુબારક’માં હાજરી આપી હતી. દાઉદી વ્હોરા કોમના વડા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન મોદીએ દાઉદી વ્હોરા કોમના લોકોને પર્વની શુભેચ્છા આપી હતી અને કહ્યું કે વ્હોરા સમુદાય સાથે પોતાને બહુ જૂનો નાતો છે. પોતે જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારથી દાઉદી વ્હોરા સમુદાય પોતાને સમર્થન આપતો આવ્યો છે. મોદીએ કહ્યું કે, ‘ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં તમને વ્હોરા કોમનો કોઈ વેપારી ન મળે. હું જ્યારે ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે મારા દરેક નિર્ણય વખતે દાઉદી વ્હોરા સમાજ મારી પડખે રહ્યો હતો.’