નવદંપતિઓએ જળ બચાવવા માટે કર્યો સંકલ્પ

0
830

અમદાવાદઃ ગુજરાતમાં તમામ ડેમો અને તળાવોમાં પાણી સુકાવા માંડ્યા છે અને પાણીના ઉપલબ્ધ સ્ત્રોતો ખાલી થવા લાગ્યા છે. આ કાળઝાળ ગરમીમાં ઉનાળો ધોમધખતો બનીને આગ ફેલાવી રહ્યો છે ત્યારે ચામડીને પણ દઝાડીને તમામ જીવો માટે જાણે અગ્નિપરીક્ષા લઈ રહ્યો છે તેવા સમયમાં અમદાવાદના પીપળજમાં માલધારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં તમામ નવદંપતિઓએ લગ્નના બંધને બંધાવવાની સાથે સાંપ્રત સમયની સૌથી મોટી અને વિકરાળ સમસ્યા જળની જે છે તે માટે સૌ નવદંપતીઓએ લગ્નની ચોરીમાં સંકલ્પ લીધો કે જળને બચાવીશું જળ એજ જીવન છે તે સૂત્રને ચરિતાર્થ કરીશું.