વાવાઝોડા માઈકલે ફ્લોરિડાને બરબાદ કર્યું…

0
870
10 ઓક્ટોબર, બુધવારે ફૂંકાયેલા વાવાઝોડા માઈકલને કારણે અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં વ્યાપક નુકસાન થયું છે. કેટેગરી-4 ઘોષિત આ વાવાઝોડાએ 11 જણનો ભોગ લીધો છે. ઠેર ઠેર મકાનો જમીનદોસ્ત થયા છે. 12 ઓક્ટોબરના શુક્રવારે પણ 14 લાખ જેટલા ઘરોમાં વીજપૂરવઠો ખંડિત હતો.