અંબાજી મંદિરમાં આતંકી હુમલો થાય તો…

0
2107

અંબાજી– અંબાજી મંદિરના પ્રાંગણના આ દ્રશ્ય મંદિર સંકુલમાં ઘૂસેલાં આતંકીઓને ઝેર કરવાના છે..અલબત્ત આ મોક ડ્રિલના દ્રશ્યો છે. દેશમાં આતંકી પ્રવૃત્તિઓમાં વધારાના કારણે પોલિસ વિભાગે પણ આગવી સતર્કતા વર્તવી પડતી હોય છે. ગુજરાત આંતંકીઓના નિશાને રહે છ અને રાજ્યની સુલેહશાંતિના ભંગ માટે કોશિશો થતી રહે છે જેને એજન્સીઓ દ્વારા નાકામ કરવામાં આવે છે,. પોલિસતંત્રને સતર્ક રાખવા અરનાવાર પ્રશાશન દ્વારા વિવિધ એજન્સીઓના સહકારમાં આતંકી હુમલાઓ સમયે કેવી કામગીરી કરવી તેનું તમામ પ્રકારની તાલીમ મોક ડ્રિલ દ્વારા આપવામાં આવે છે. જેમાં સાચે જ આંતકી હુમલો થયો હોય તેવી પરિસ્થિતિનું સર્જન કરવામાં આવે છે અને સંબંધિત કર્મચારીઓની  સજ્જતાની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આવી મોક ડ્રિલ અંબાજી મંદિરમાં યોજાઇ હતી તેની આ તસવીરો છે. પહેલાં બોમ્બ બ્લાસ્ટના ધડાકાથી લોકો ગભરાયાં હતાં પરંતુ આઇપીએસ પ્રશાંત અપ્પા સૂંબેની આઘેવાનીમાં મોક ડ્રિલ થઇ હોવાની જાણકારી મળતાં લોકોનો ગભરાટ દૂર થયો હતો.