મિક્સ સિઝનમાં આ ફેબ્રિક આપશે રાહત

0
1586

ચોમાસાનું સરસ મજાનું વાતાવરણ માણવાની તો મજા પડે છે પરંતુ ઓફિસ કે કોઈ ગેટ ટુ ગેધરમાં જવાનું હોય ત્યારે એવી થોડી મૂંઝવણ સતાવે કે હવે શું પહેરવું…. ચોમાસામાં શું પહેરવું તેના કરતા પણ કેવું મટિરિયલ પહેરવું તે બાબત વિચાર માંગી લે તેવી છે.

કારણ કે તમે ફેશનને અનુસરીને કોટન કે સિલ્કના વસ્ત્રો પહેરેશો તો એ ફિયાસ્કો જ થશે અને તમે મુશ્કેલીમાં મૂકાશો. મિત્રો ચોમાસા માટેના વિવિધ ફેબ્રિકની વાત કરીએ તો જ્યોર્જેટ સૌથી સારું મિટિરયલ છે એ ઉપરાંત નાયલોન પણ..જોકે  નાયલોન પરસેવો શોષતું નથી ..હા તેના કપડા જલદી સૂકાઈ જાય છે. આ સિઝનમાં કોટન કે ખાદી તો બિલકુલ ન વપરાય…કારણ કે જો તમે પલળ્યા હો તો  આ પ્રકારના વસ્ત્રો જલદી સૂકાતા નથી.  તમે આ સિઝનમાં લિઝિબિઝી મટિરિયલ પ્રિફર કરી શકો છો. જેના કારણે પલળેલા વસ્ત્રો ઝડપથી સૂકાઈ જશે  અને ખાસ તો ગૃહિણીને વાદળછાયા વાતાવરણમાં  ઘરમાં સતત  સૂકવતા કપડાંની હારમાળાથી છૂટકારો મળશે.  ચોમાસા માટેના ઉપયોગી કાપડની વાત કરીએ તો લાઇક્રા, પોલી નાયલોન, સાટીન જેવા ફેબ્રિક ઉપયોગી બની રહેશે.

આ પ્રકારના ફેબ્રિકમાં પોલકાં ડોટ, ફ્લોરલ ડિઝાઇન કે પછી જ્યોગ્રોફિક ડિઝાઇન હશે તો એ ચોમાસામાં ખૂબ જ સરસ ઉઠાવ આપશે. તેમ જ આ પ્રકારની ડિઝાઇન ક્યારેય જૂની નથી લાગતી.  તેથી તમે જ્યારે પણ પહેરશો ત્યારે એવું નહીં લાગે કે તમે એકદમ જૂની ફેશન પ્રમાણેની વસ્ત્ર સજ્જા કરી છે.

ફેશન અને અનુકૂળતા હંમેશાં સાથે ચાલે છે તમે ફેશનના નામે પણ કોઈ પણ વસ્તુ ખરીદી લીધી હશે તો એવું બને કે આ સિઝનમાં કદાચ એ પોશાક અથવા ફૂટવેર ન ચાલે…માટે ચોમાસા માટેન પરિધાન ખરીદો ત્યારે એ ધ્યાન રાખો કે એ થોડા સ્ટાઇલિશ પણ હોય તેમજ ઋતુ અનુસાર આરામદાયક પણ હોય..

ચોમાસુ વસ્ત્રો એવા પસંદ કરો જેનું કાપડ હળવું, પાતળું અને આરામદાયક હોય..તમારે કોઈ ખાસ પ્રસંગમાં  વસ્ત્રસજ્જા કરવી હોય તો શિફોન ટ્યુનિક્સ, સાડી, ડ્રેસીસ સારા વિકલ્પ બની શકે છે. આ સિઝનમાં શ્રગ, ડેનિમ, ટી શર્ટને બદલે શિફોન કે લિઝિબિઝી કુર્તી, ફ્રોક, ડ્રેસને ની લેન્થ લેગિંગ્સ, કેપ્રી સાથે પહેરવા જોઈએ. આપણે આગામી અંકમાં ચોમાસામાં પહેરવા માટેના લોઅર વેર વિશે પણ વાત કરીશું.