અમદાવાદ: રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. લઘુત્તમ પારો ગગડ્તા લોકોએ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કર્યો. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 25.4 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતુ. 5.6 ડિગ્રી સાથે નલિયા આજે પણ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.ઉત્તર અને પૂર્વોત્તર દિશા તરફથી આવતા ઠંડા પવનોની દિશા બદલાઇને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે જેથી લધુત્તમ તાપમાનમાં એક થી બે ડીગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે. જોકે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેશે.
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 9.3, અમદાવાદમાં 15, વડોદરામાં 17.8 અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.