હવે અમેરિકામાં પણ ટિકટોક પર પ્રતિબંધ લાગશે?

ન્યુ યોર્કઃ ભારતીય-અમેરિકી રાજા કૃષ્ણમૂર્તિ સહિત બે પ્રભાવશાળી અમેરિકી સાંસદોએ ગૂગલ અને એપલથી એપ સ્ટોરમાંથી વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકને દૂર કરવા માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. અમેરિકામાં આવતા મહિને ટિકટોક પર પ્રતિબંધ લાગવાની સંભાવના છે. અમેરિકામાં એપ્રિલમાં એક વિધેયકને કાનૂનમાં બદલી દેવામાં આવ્યો છે, જે અનુસાર ટિકટોકનો માલિકી હકવાળી ચીની કંપની બાઇટડાંસને 19 જાન્યુઆરી સુધી અલગ કરવો પડશે જેથી ટિકટોકને અમેરિકામાં એપને પ્રતિબંધનો સામનો કરવો પડશે.

USની ફેડરલ કોર્ટે શુક્રવારે એપની ‘ફ્રી સ્પીચ’ અપીલને ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન ત્રણ ન્યાયાધીશોની બેન્ચે બાઈટડાન્સના આરોપને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કોઈ પણ અમેરિકન કાયદો ‘ફ્રી સ્પીચ’ને કોઈ પણ રીતે અટકાવતો નથી.

શું છે મામલો?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ટિકટોક એપને પ્રતિબંધિત કરવા માટે કાયદો બનાવ્યો હતો. બિલ રજૂ કરતી વખતે, એપ્લિકેશનને રાષ્ટ્રીય સુરક્ષા અને વપરાશકર્તાની ગોપનીયતા માટે ખતરો ગણાવી હતી.

જોકે નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોકી શકે છે પ્રતિબંધ.  જો 19 જાન્યુઆરીએ ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો તેને રોકી શકાય છે. કારણ કે, 20 જાન્યુઆરીએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે અને માનવામાં આવે છે કે ટ્રમ્પ ટિકટોકના પ્રતિબંધનો વિરોધ કરી શકે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન TikTokનો બચાવ કરવાની વાત કરી હતી. જોકે આવું કરવું કાયદાકીય રીતે શક્ય માનવામાં આવતું નથી.