અમદાવાદઃ શહેરના લાલ દરવાજા હોમગાર્ડ્ઝ ભવન ખાતે આજે વિજયાદશમી પર્વ નિમિત્તે શસ્ત્ર-પૂજન કરવામાં આવ્યું હતું. દશેરા નિમિત્તે કરવામાં આવેલા શસ્ત્ર-પૂજનમાં હોમગાર્ડ્ઝના જવાનોએ કેમ્પસમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. કોરોના વાઈરસ મહામારીને કારણે સંક્રમણ ન ફેલાય એની પૂરતી તકેદારી રાખી હોમગાર્ડ્ઝના વિશાળ સંકુલમાં બોર્ડર વિંગ તેમજ અન્ય જવાનો શસ્ત્ર-પૂજનમાં જોડાયા હતા.