અમદાવાદઃ આ વર્ષે ક્રાફ્ટ ઓફ આર્ટ તેમની અનન્ય પહેલ દ્વારા ભારતના વારસાને પુનર્જીવિત કરવાના 15 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ અંતર્ગત અડાલજની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. આ ફેસ્ટિવલની થીમ “ડ્રમ્સ ઓફ ઈન્ડિયા” છે, “સેલિબ્રેટિંગ મુવમેન્ટ વિથ મ્યુઝિક” સંગીતમય વાતાવરણ સાથે આર્કિટેક્ચરલ અજાયબીના અનોખા વાતાવરણનો સુમેળ અહીં દર્શાવવામાં આવશે.
ભરતનાટ્યમ અને લોક નૃત્યાંગના બિરવા કુરેશી દ્વારા સ્થાપિત ‘ક્રાફ્ટ ઓફ આર્ટ’ છેલ્લાં 15 વર્ષથી ભારતના ઐતિહાસિક સ્મારકોને મોર્ડન ઓડિયન્સ ખાસ કરીને યુવા પેઢીને જોડવાનું કામ કરે છે. મ્યુઝિક, લાઇટિંગ અને એમ્બિયન્સના અનોખા સમનવય દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટ ઐતિહાસિક સ્મારકોમાં નવો શ્વાસ પૂરે છે. જે મુલાકાતીઓને તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે. આ ઉત્સવ ભારતની કલા, સ્થાપત્ય અને લોકકથાના સમૃદ્ધ વારસાના સારને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.
ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને આર્ટિસ્ટિક ડાયરેક્ટર બિરવા કુરેશીએ જણાવ્યું, “મ્યુઝિક, હેરિટેજ અને હિસ્ટ્રીની ઉજવણી માટે અડાલજની વાવ ખાતે અમે ફરી વોટર ફેસ્ટિવલ લઇને આવ્યા છીએ. અમે છેલ્લાં 15 વર્ષોથી પ્રેક્ષકોને જાણીતા કલાકારોના પરફોર્મન્સ વચ્ચે સ્મારકની સુંદરતા અને સંસ્કૃતિનો અનુભવ કરાવીએ છીએ. હંમેશાની જેમ, આ સાંજમાં પણ પર્ફોમિંગ કલાકારો અને સ્મારકોની ભવ્યતા સાથે પ્રક્ષકોનો લયબદ્ધ સુમેળ જોવા મળશે.”
અડાલજની વાવ ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કલાકારોના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. તબલા ઉત્સાદ ફઝલ કુરેશી, સંગીતમય સમારોહમાં વિજય પ્રકાશ ગાયક તરીકે, સારંગી પર દિલશાદ ખાન, મૃદંગમ પર શ્રીદર પાર્થસારથી અને ઘાટમ પર ઉમા શંકર તેમને સાથ આપશે. અન્ય ફીચર્ડ કલાકારોમાં નવીન શર્મા ઢોલક પર, વિજય ચવ્હાણ ઢોલકી પર, ખેત ખાન કરતાલ પર, સંગીત હલ્દીપુર કીબોર્ડ પર, જીનો બેંક ડ્રમ પર, શેલ્ડન ડી’સિલ્વા બેસ પર અને રિધમ શૉન ગિટાર પર સંગત આપશે. સાંજે “વીરગર્જના ઢોલ તાશે પાઠક” અને “પુરુલિયા છાઉ” ડાન્સ એકેડેમી દ્વારા પરફોર્મન્સ આપવામાં આવશે. ટેલિવિઝન, ફિલ્મ અને થિયેટરમાં આગવી ઓળખ ધરાવતા સંધ્યા મૃદલ ઇવેન્ટને હોસ્ટ કરશે, અને ફેસ્ટિવલમાં તેમના અનોખા આકર્ષણને ઉમેરશે.