VASCSC ખાતે ડૉ. વિક્રમ સારાભાઈની 105મી જન્મજયંતિની ઉજવણી
અમદાવાદ: ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૫મી જન્મજયંતિ નિમિત્તે વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) દ્વારા અવકાશ વિજ્ઞાન પર આધારિત એક ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં વિજ્ઞાન પ્રદર્શન, પ્રવૃત્તિ બૂથ, રમતો, ઓપન કિવઝ, હેન્ડસ-ઓન પ્રવૃત્તિઓ અને ટેલિસ્કોપ થકી અવલોકન જેવા રોમાંચક કાર્યક્રમો યોજાયા. અવકાશ સંશોધનમાં ભારતના યોગદાનને માન આપીને નવા ઘોષિત થયેલ “નેશનલ સ્પેસ ડે-ની ઉજવણી પણ કરવામાં આવી.
અવકાશ વિજ્ઞાન (ખગોળશાસ્ત્ર અને મોડલ રોકેટ્રી) અને ઈમર્જિંગ ટેકનોલોજીસ પર કેન્દ્રિત રોમાંચક વિજ્ઞાન પ્રદર્શનો જોઈને વિદ્યાર્થિઓ પ્રભાવિત થયા. આ પ્રદર્શનોએ વિજ્ઞાનને જીવંત બનાવ્યું અને બાળકોમાં શીખવાની જિજ્ઞાસા પ્રજવલિત કરી. ડૉ. વિક્રમ સારાભાઈના મહાન જીવન અને યોગદાનને અર્પણ એક વિશેષ પ્રદર્શન તેમજ અવકાશ વિજ્ઞાન પર આધારિત પ્રદર્શનનો લાભ પણ મુલાકાતીઓ લીધો. મુલાકાત માટે આવેલાં બાળકો માટે રમતના રૂપમાં અવકાશ વિજ્ઞાન પર એક આકર્ષક ઓપન ક્વિઝ રાખવામાં આવી હતી. જેમાં વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા.બાળકોના મનોરંજન અને અભ્યાસ માટે વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિ બુથ ઉભા કરવામાં આવ્યા હતા. પ્રવૃત્તિઓમાં સ્પેસ રેસ, વર્ડ સર્ચ, રસાયણશાસ્ત્રના પ્રયોગો, સ્પેસ પઝલ્સ, ચંદ્રના તબક્કા, ફ્લાઇટ સિમ્યુલેટર, વિન્ડ રનલ, સેટેલાઇટ અને રેવિટી મોડલ, વાંચન ખૂણો, રોબોટિક્સ અને ફ્રોન્સનો સમાવેશ થયો હતો. ભાગ લેનાર શાળાના બાળકો રોમાંચક હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. જ્યાં બાળકોએ સ્ટ્રો, ફુગ્ગા અને કાગળ જેવી સાદી સામગ્રીનો ઉપયોગ કરીને રોકેટ બનાવવાનો આનંદ માણ્યો.
અમદાવાદમાંથી આશરે 600 કરતાં વધુ બાળકો અને અન્ય મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. અમદાવાદમાંથી સંખ્યાબંધ શાળાઓએ તેમના 250 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઓપન હાઉસની મુલાકાત લીધી હતી. આ ઑપન હાઉસ ડૉ. વિક્રમ સારાભાઈના વિઝનને ઉજવવાનો પ્રયાસ હતો. આ કાર્યક્રમ ડૉ. સારાભાઈના વિજ્ઞાનને સૌ માટે સુલભ અને આનંદદાયક બનાવવા માટેના દ્રષ્ટિકોણનું મિશન પૂરું કરે છે.