ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતભરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના સંભવિત કહેર હવે હવામાન વિભાગે વિધિવત ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબા જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં ચોમાસું ગુજરાતમાં દસ્તક દેશે અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જ્યારે જૂન મહિનાના બીજા પખવાડિયામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં હવામાન સિસ્ટમની ધીમી પડતા હવે 10થી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશે તેવું અનુમાન છે. આ વર્ષે સામાન્યથી વધુ વરસાદની આશા રાજ્યના ખેડૂતો માટે આશાસ્પદ છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, જૂનના પ્રારંભિક 15 દિવસમાં હળવો વરસાદ રહેશે, જ્યારે 22 જૂનથી ભારે વરસાદ શરૂ થશે. 23-24 અને 27-30 જૂન દરમિયાન ગાજવીજ સાથે તીવ્ર વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નર્મદા, સુરત, વલસાડ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતના વડોદરા, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદ અપેક્ષિત છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે. જુલાઈ-ઓગસ્ટમાં વરસાદનું જોર વધુ રહેશે.

ચોમાસાનો પ્રવેશ કેરળમાં 27 મેના રોજ થયો, જે સામાન્યથી પાંચ દિવસ વહેલો છે. ગુજરાતમાં 10-12 જૂનથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થઈ શકે, જ્યારે અમદાવાદમાં 20-25 જૂન દરમિયાન ચોમાસું આવે તેવી શક્યતા છે. જૂનમાં હીટવેવની સંભાવના નથી, જે રાહત આપનારું છે. ચોમાસું ગુજરાતની કૃષિ માટે જીવનરેખા છે, કારણ કે તે 70% પાણીની જરૂરિયાત પૂરી કરે છે.