અમદાવાદ– 31 ડિસેમ્બરની મોડીરાત્રી સુધી અમદાવાદ શહેરના જુદા જુદા માર્ગો પર માનવ મહેરામણ ઉમટેલો જોવા મળ્યો હતો. અમદાવાદના સી.જી. રોડ, વસ્ત્રાપુર, મેમનગર, થલતેજના તમામ માર્ગો પર વાહનોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો. રવિવારની રજા અને 31 ડિસેમ્બરની ઉજવણી સાથે આવતાં જ રેસ્ટોરાં, હોટેલ્સ, કલબો તેમજ અનેક સંસ્થાઓએ નવા વર્ષ 2018ના આગમનને ઉત્સાહભેર ઉજવ્યો હતો. સલામતી ના કારણે તેમજ લોકો માર્ગો પર આવી જતા હોવાથી સી.જી. રોડના કેટલાક ભાગમાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આખાય માર્ગો પર રંગેબેરંગી ફૂગ્ગા-કલરફૂલ માસ્ક, ચિત્ર વિચિત્ર પરિવેશ સાથે લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા.
બારના ટકોરે લોકોએ ચીચીયારીયો -હોર્ન -પીપુડાના અવાજ સાથે નવ વર્ષને વધાવ્યુ હતું, કેટલાક વિસ્તારોમાં ફટાકડા પણ ફૂટ્યા… લોકોએ એકબીજાને 2018ના નવા વર્ષે હેપ્પી ન્યૂ યર પાઠવ્યું હતું.
અહેવાલ અને વિડીયાે-પ્રજ્ઞેશવ્યાસ