પ્રેમ એ બધું જ ભૂલી જવાની વસ્તુ છે: શૈલેષ જાડૂ

હૅપ્પી વેલેન્ટાઇન ડે ડીયર માધુ…
આજકાલ પરણિત સ્ત્રી કે પુરુષનાં મોઢે ઘણીવાર સાંભળવા મળે છે કે હવે શું કરવાનું “વેલેન્ટાઇન ડે” ઉજવીને, લગ્ન તો થઇ ગયા. એ બધું તો લગ્ન પહેલાં હતું. તો એ બધા મિત્રોને મારે ફક્ત એટલું જ કહેવું છે કે સાચા અર્થમાં તો “વેલેન્ટાઇન ડે” ઉજવવાની હવે જરૂર છે, તમારા બીઝી શિડ્યૂલમાંથી તમારા પ્રિય પાત્ર માટે સમય કાઢીને એની સાથે બેસીને, પ્રેમથી વાતો કરીને, કોઈ મૂલ્યવાન ભેટ નહીં પણ પ્રેમથી ગળે મળીને કે એમની સાથે થોડો સમય બેસીને એમને એ અહેસાસ અપાવવાનો કે તમે હજુ પણ એમને એટલો જ પ્રેમ કરો છો જેટલો પહેલા કરતા હતા.

મારો અનુભવ છે કે એક ગર્લફ્રેન્ડ/બોયફ્રેન્ડ કરતા એક પતિ-પત્નીનો પ્રેમ વધુ પરિપક્વ અને ગાઢ હોય છે, એમાં કઈ ગિફ્ટ કે રોઝ કે કાર્ડ્સ હોય એ જરૂરી નથી, પરંતુ હા… એટલું તો ચોક્કસ કહીશ કે આ ગિફ્ટ, રોઝ કે કાર્ડ્સ આ બધું એક માધ્યમ જરૂર બને છે આપણો પ્રેમ સામે વાળી વ્યક્તિ સુધી પહોંચાડવા અને એ જતાવવા કે “તમારો પ્રેમ કોઈ ઉમર કે સમયને આધીન નથી”. પ્રેમ એ આપવાની અને સંઘરવાની વસ્તુ છે….જેટલો આપશો એટલો વધશે…. પ્રેમ એ ભૂલવાની નહીં પણ પ્રિય વ્યક્તિ માટે બધું જ ભૂલી જવાની વસ્તુ છે.

– શૈલેશ જાડૂ