ગાંધીનગર- ચૂંટણી પંચે આજે 14 નવેમ્બરથી ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. ચૂંટણી પંચે 9 ડીસેમ્બર અને 14 ડીસેમ્બરે એમ બે તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. 14 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાના મતદાન અંગે જાહેરનામું પણ બહાર પડાશે. ચૂંટણીના સંદર્ભમાં મળતી ફરિયાદોનું ઝડપથી અને અસરકારક રીતે નિરાકરણ આવે તે માટે સામાન્ય વહીવટી વિભાગ, ચૂંટણી પ્રભાગ, બ્લોક નંબર 6, બીજો માળ, સરદાર ભવન, સચિવાલય ગાંધીનગરમાં એક કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે.ચૂંટણી પંચનો આ કન્ટ્રોલ રૂમ 14 નવેમ્બર, 2017થી 30 નવેમ્બર, 2017 સુધી સવારે 10.00 કલાકથી સાંજના 6.00 કલાક સુધી કાર્યરત રહેશે. તેમજ 1 ડીસેમ્બર, 2017થી 18 ડીસેમ્બર, 2017 સુધી સવારે 6.00 કલાકથી રાતના 10.00 કલાક સુધી કાર્યરત રહેશે.
કન્ટ્રોલ રૂમનો ફોન નંબર 079 232 58586 અને ફેક્સ નંબર 079 232 58587 છે. આ કન્ટ્રોલ રૂમમાં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2017 સંબધની ફરિયાદો અને રજૂઆતો સ્વીકારવામાં આવશે. ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી પંચના અધિકારી બી. બી. સ્વૈને જાહેર જનતાને બહોળો લાભ લેવા જણાવ્યું છે.