test

ભારતમાં વીજળીથી ચાલતા વાહનોને રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાંથી મુક્તિ આપવા વિશે કેન્દ્ર સરકાર વિચારી રહી છે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મંત્રાલયે આ પ્રસ્તાવ કર્યો છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું છે કે સરકાર ઈચ્છે છે કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે, કારણ કે સરકાર કાચા તેલની આયાતને ઘટાડવા માગે છે અને પેટ્રોલ-ડિઝલ જેવા ઈંધણથી હવામાં થતું પ્રદૂષણ ઘટાડવા માગે છે. આમ કરીને સરકાર 2015માં દુનિયાના દેશો વચ્ચે કરવામાં આવેલી પેરિસ ક્લાયમેટ ચેન્જ સમજૂતીમાં સહભાગી થતી વખતે ભારતે આપેલા વચનોનું પાલન કરવા માગે છે.
સૂચિત રજિસ્ટ્રેશન-ફી મુક્તિ સ્કૂટર, મોટરબાઈક, ઓટોરિક્ષા, કાર સહિત તમામ કેટેગરીનાં ઈલેક્ટ્ર્રોનિક વાહનોને લાગુ પડશે, એવું સરકારે જણાવ્યું છે.