વડાપ્રધાન મોદીએ સુનિતા વિલિયમ્સને ભારત આવવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પત્ર લખ્યો છે, જેમાં તેમણે સુનિતા વિલ્યમ્સને ભારત આવવા આમંત્રણ આપ્યું છે. તેમણે લખ્યું કે ‘ભારતનાં પુત્રી તમો માઈલો દૂર છો, છતાં અમારા હૃદયની પાસે છો.’કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દ્વારા X પર શેર કરાયેલા 1 માર્ચના પત્રમાં, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે સુુનિતા વિલિયમ્સ – જેમણે ગયા વર્ષે 5 જૂને ઓર્બિટલ લેબમાં ઉડાન ભરી હતી – તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. જ્યારે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સની તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેનને મળ્યા હતા.સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી, બૂચ વિલ્મોરને 17 કલાકની સફર માટે ISSમાંથી અનડોક કર્યાના કલાકો પછી આ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો.