અમદાવાદઃ વર્તમાન વર્ષ IPO માર્કેટ માટે મિશ્ર રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધી કુલ 107 મેઈનબોર્ડ IPO લિસ્ટ થયા છે. તેમાંના 56 શેરો IPO પ્રાઈસની સરખામણીએ નફામાં ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 51 શેરો પોતાના ઈશ્યુ પ્રાઈસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે, એટલે કે લગભગ 48 ટકા IPOએ હાલ સુધી નેગેટિવ રિટર્ન આપ્યુ છે.
વર્ષ 2025માં એવા પાંચ IPO રહ્યા છે જેમાં ઈશ્યુ પ્રાઈસની સરખામણીએ 77 ટકાથી 135 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. ચાલો જાણીએ…
2025ના ટોપ 5 સુપરહિટ IPO
- આદિત્ય ઇન્ફોટેક
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 127 ટકા
આદિત્ય ઇન્ફોટેકનો શેર 5 ઓગસ્ટે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 675 હતો, જ્યારે લિસ્ટિંગ દિવસે શેર રૂ. 1083 પર બંધ થયો. એટલે કે લિસ્ટિંગ દિવસે જ આશરે 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો. હાલ શેરનો ભાવ રૂ. 1531 છે, જે IPO પ્રાઈસથી 127 ટકા વધુ છે.
- સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સ
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 135 ટકા
સ્ટેલિયન ઈન્ડિયા ફ્લોરોકેમિકલ્સનો શેર 23 જાન્યુઆરીએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 90 હતી, જ્યારે લિસ્ટિંગના દિવસે શેર રૂ. 126 પર બંધ થયો હતો. એટલે લિસ્ટિંગના દિવસે આશરે 40 ટકાનો ઉછાળો રહ્યો. હાલ શેરનો ભાવ રૂ. 211 છે, જે IPO પ્રાઈસથી 135 ટકા વધુ છે.
- એથર એનર્જીઃ
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 125 ટકા
એથર એનર્જીનો શેર 6 મેએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 321 હતી, પરંતુ લિસ્ટિંગ દિવસે શેર રૂ. 302 પર બંધ થયો, એટલે આશરે 6 ટકાનો ઘટાડો થયો હતો. હાલ શેરનો ભાવ રૂ. 722 છે, જે IPO પ્રાઈસથી 125 ટકા વધુ છે.
- મીશો લિ.
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 77 ટકા
મીશોનો શેર 10 ડિસેમ્બરે લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 111 હતી, જ્યારે લિસ્ટિંગ દિવસે શેર રૂ. 170 પર બંધ થયો. એટલે આશરે 53 ટકાનો ઉછાળો જોવા મળ્યો. હાલ શેરનો ભાવ રૂ.197 છે, જે IPO પ્રાઈસથી 77 ટકા વધુ છે.
- બેલરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ
IPO પ્રાઈસની સરખામણીએ રિટર્ન: 92 ટકા
બેલરાઈઝ ઇન્ડસ્ટ્રીઝનો શેર 28 મેએ લિસ્ટ થયો હતો. IPOની અપર પ્રાઈસ બેન્ડ રૂ. 90 હતી, જ્યારે લિસ્ટિંગ દિવસે શેર રૂ. 97 પર બંધ થયો. એટલે આશરે 8 ટકાનો ઉછાળો થયો. હાલ શેરનો ભાવ રૂ. 173 છે, જે IPO પ્રાઈસથી 92 ટકા વધુ છે.




