એટીએમ હેક કરી શકાય છે તો ઈવીએમ કેમ ન થાયઃ હાર્દિક પટેલનો સવાલ

અમદાવાદ – ગુજરાતમાં ચૂંટણી પરિણામને હવે અમુક કલાકો જ બાકી રહ્યા છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે કથિત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) સાથે ચેડાંના મુદ્દે નવેસરથી ગુસ્સો ઠાલવ્યો છે.

23 વર્ષીય હાર્દિકે ટ્વિટર પર હિન્દીમાં લખ્યું છે કે, મારાં શબ્દોથી હસવું આવશે, પણ દરેક જણે વિચારવું જોઈએ. ઈશ્વર સર્જિત માનવ શરીરને હાનિ પહોંચાડી શકાય છે તો માનવસર્જિત ઈવીએમ મશીનો સાથે ચેડાં કેમ થઈ ન શકે? જો એટીએમ મશીન હેક કરી શકાય છે તો ઈવીએમ હેક કેમ ન થઈ શકે?

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે વધુમાં એવો દાવો કર્યો છે કે ગુજરાતભરમાં પટેલ અને આદિવાસી વિસ્તારોમાં સોર્સ કોડ્સ દ્વારા ઈવીએમ મશીનો હેક કરવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા ચે.

અમદાવાદનાં જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહે હાર્દિકનાં દાવાઓને નકારી કાઢ્યાં છે અને કહ્યું છે કે આ આક્ષેપો પાયાવિહોણા છે. આ વિશે કોઈ સ્પષ્ટતા કરવી જોઈએ એવી મને જરૂર લાગતી નથી. અને ધારો કે કોઈ સ્પષ્ટતા ઈસ્યૂ થવી જોઈએ તો એ ચૂંટણી પંચ દ્વારા ઈસ્યૂ કરવામાં આવશે.

હાર્દિકે ટ્વીટ કરીને એવો દાવો કર્યો હતો કે 5000 ઈવીએમ મશીનો સાથે ચેડાં કરવા માટે 140 એન્જિનીયરોને રોકવામાં આવ્યા છે. મને ઈવીએમ પર 100 ટકા શંકા છે.

હાર્દિકે કહ્યું છે કે મશીનો સાથે જો કોઈ ચેડાં નહીં કરાય તો ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હારી જશે. એક્ઝિટ પોલ્સ ખોટા પુરવાર થવાના છે.

(આ છે, હાર્દિક પટેલે આજે કરેલા ટ્વીટ્સ)

httpss://twitter.com/HardikPatel_/status/942291713179217920

httpss://twitter.com/HardikPatel_/status/942285886800134145

httpss://twitter.com/HardikPatel_/status/942109589809623040