ભોપાલઃ મધ્ય પ્રદેશમાં જેમ-જેમ ચૂંટણીપ્રચાર તેજ થઈ રહ્યો છે, તેમ-તેમ નેતાઓમાં આક્રમકતા પણ વધી રહી છે. રાજકારણના ધરંધરો હાલના સમયે જનતાને પોતાની તરફ ખેંચવા બધા પ્રકારના દાવપેચ અજમાવી રહ્યા છે. હવે મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉમા ભારતીએ હિમાલયનો પ્રવાસ રદ કરીને મધ્ય પ્રદેશમાં ચૂંટણીપ્રચાર કરવા માટે તૈયાર થયાં છે.
તેમણે આવતાની સાથે તીર્થ દર્શન યોજના પર કેજરીવાલના દાવાને ખોટો ગણાવ્યો હતો. તેઓ સિલવાનીના બમ્હોરી અને સાગરના સુરખીમાં પણ ચૂંટણી સભા યોજશે. જોકે તેમનું નામ ભાજપના સ્ટાર પ્રચારકની યાદીમાં નહોતું. એને લઈને તેઓ નારાજ હતાં. જોકે તેમ છતાં તેમણે કહ્યું હતું કે મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ તેમને જ્યાં પણ ચૂંટણીપ્રચાર માટે બોલાવશે, તેઓ ત્યાં જશે.
केजरीवाल जी अत्यधिक तनाव और दबाव से थक गए हैं उनकी याददाश्त कमजोर हो गई है। मुख्यमंत्री तीर्थ दर्शन योजना सबसे पहले मध्य प्रदेश में मेरे बड़े भाई श्री शिवराज सिंह चौहान जी ने शुरू की। @ArvindKejriwal @ChouhanShivraj @BJP4India @BJP4MP @OfficeofSSC
— Uma Bharti (@umasribharti) November 6, 2023
તીર્થ દર્શન યોજના પર દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના દાવાને ખોટો ગણાવતાં તેમણે સોશિયલ મિડિયા પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે કેજરીવાલજી વધુ તણાવથી અને દબાણથી થાકી ગયા છે. તેમની યાદશક્તિ નબળી થઈ ગઈ છે. મુખ્ય પ્રધાન તીર્થ દર્શન યોજના સૌથી પહેલાં મધ્ય પ્રદેશમાં મારા મોટા ભાઈ શિવરાજ સિંહ ચૌહાણજીએ શરૂ કરી હતી.