અમદાવાદ: દુનિયા આખી જે પરિણામની રાહ જોઈ રહી છે એ લોકસભાની ચૂંટણીના મતોની ગણતરી 4 જૂનની સવારથી શરૂ થઈ જશે. અમદાવાદ શહેરમાં ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી કરવામાં આવશે.
મતગણતરી પહેલાં તમામ વિભાગો એમનું આયોજનપૂર્વક કામગીરી શરૂ કરી દીધી છે. ચૂંટણી વિભાગ દ્વારા પોલિંગ એજન્ટથી માંડી વી.વી.આઈ.પી એન્ટ્રી પાર્કિંગ સુધીના તમામ બોર્ડ તૈયાર કરી દીધા છે. અમદાવાદ શહેર ફાયર બ્રિગેડનો સ્ટાફ જરૂરિયાતના તમામ સાધનો સાથે બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે સ્થાનિક પોલીસની સાથે સશસ્ત્ર પોલીસના જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)