ગાંધીનગરઃ રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર ગઈ કાલથી શરૂ થયું છે. નાણાપ્રધાન કનુ દેસાઈ આજે ત્રીજી વખત 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું. આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ વર્ષ 2024-25 માટેનું પૂર્ણ કદનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આ વખતનું બજેટ ઐતિહાસિક છે. આ વખતે 3,32,465 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
આ બજેટના મુખ્ય અંશો નીચે મુજબ છે…
નાણાપ્રધાને રાજ્ય માટે રૂ. 3,32, 465 કરોડનું બજેટ રજૂ કર્યું
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે રૂ. 751 કરોડની જોગવાઈ
માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. ૩૮૪ કરોડની જોગવાઈ
“મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત રૂ. ૪૨૫ કરોડની જોગવાઈ
રાજ્ય સરકારે 7 નવી મહાનગરપાલિકાની જાહેરાત કરી
નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો મળશે.
રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના નામથી યોજનાઓ શરૂ કરી. જે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી યોજના શરૂ થશે.
બજેટમાં નવી બસો ખરીદવા માટે રૂ. 768 કરોડની જોગવાઈ કરાઈ છે.
સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. ૨૨૩૯ કરોડની જોગવાઇ
10 લાખ વિદ્યાર્થીઓ માટે 9-10 માટે રૂ. 10 હજાર, 11-12 માટે રૂ. 15 હજાર સહાય
સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે નમો શ્રી યોજના, રૂ. 12 હજારની સહાય,
દૂધ સંજીવની યોજના, ફેટનું પ્રમાણ 5 ટકા કરાશે
આંગણવાડીઓ માટે રૂ. 1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 201 યોજનાની જાહેરાત
મહેસૂલ વિભાગ માટે કુલ રૂ. ૫૧૯૫ કરોડની જોગવાઇ
કાયદા વિભાગ માટે કુલ રૂ. ૨૫૫૯ કરોડની જોગવાઇ
ગૃહ વિભાગ માટે કુલ રૂ. ૧૦,૩૭૮ કરોડની જોગવાઇ
મહિલા-બાળ વિકાસ વિભાગ માટે રૂ. 6885 કરોડની જોગવાઈ
ક્લાયમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. ૧૧૬૩ કરોડની જોગવાઇ
ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે રૂ. 2600 કરોડ ઉપરાંતની જોગવાઈ.
વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. ૨૫૮૬ કરોડની જોગવાઇ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ રૂ. 2363 કરોડની જોગવાઈ
પ્રવાસન પ્રભાગના વિકાસની હરણફાળને વેગવંતી બનાવવા રૂ. ૨૦૯૮ કરોડની જોગવાઇ
પૂર્ણા યોજના હેઠળ રૂ. 344 કરોડની જોગવાઈ
ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ રૂ. ૯૨૨૮ કરોડની જોગવાઈ
વહાલી દીકરી યોજના માટે રૂ. 252 કરોડની જોગવાઈ
NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા રૂ. 160 કરોડની જોગવાઈ
નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે રૂ. 25 કરોડની જોગવાઈ
ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન
મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા રૂ. 1309 કરોડની જોગવાઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે રૂ. ૧૫૦ કરોડની જોગવાઈ.
મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું આધુનિકીકરણ, અપગ્રેડેશન, ડ્રેજીંગ જેવી આનુષાંગિક બાબતો માટે રૂ. ૬૨૭ કરોડની જોગવાઈ.
કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા રૂ. ૧૦ કરોડની જોગવાઈ.
બજેટમાં પત્રકારો માટે પણ જોગવાઈ કરવામાં આવી.
25 વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં એક લાખથી વધારી બે લાખ કરવામાં આવી.
અકસ્માત મૃત્યુમાં પાંચ લાખથી સહાય વધારીને 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે.
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. 122 કરોડની જોગવાઈ
પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે રૂ. 113 કરોડની જોગવાઇ
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ રૂ. 2711 કરોડની જોગવાઇ
“નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે રૂ. 250 કરોડની જોગવાઇ.
આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ.