મેલબોર્નઃ ભારત ને ઓસ્ટ્રેલિયાની વચ્ચે મેલબોર્નમાં ચોથી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસની રમતને અંતે ટીમ ઇન્ડિયાએ નવ વિકેટે 358 રન બનાવ્યા હતા. આ પહેલાં ઓસ્ટ્રેલિયાએ પહેલાં બેટિંગ કરતાં 474 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયા વતી નીતીશકુમાર રેડ્ડીએ 105 રન બનાવીને ક્રીઝ પર ઊભો છે. તેની સાથે મોહમ્મદ સિરાજ પણ બે રન સાથે દાવમાં છે.
ટીમ ઇન્ડિયાએ ગઈ કાલે 221 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. નીતીશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરે ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું. નીતીશ સેન્ચ્યુરીને લીધે ટીમ ઇન્ડિયા 358 રન બનાવવામાં સફળ રહી હતી અને હજી એની એક વિકેટ બાકી છે.
નીતિશ રેડ્ડી અને વોશિંગટન સુંદરની 8મી વિકેટ માટેની પાર્ટનરશિપે ઓસ્ટ્રેલિયાના બોલરોને હંફાવી દીધા હતા. 50 રન પર વોશિંગટન સુંદરની વિકેટ પડી ત્યારે બન્ને વચ્ચે નીતીશ રેડ્ડીએ પોતાની ડેબ્યુ હાફ સેન્ચ્યુરી બાદ સેન્ચ્યુરી પૂર્ણ કરી હતી. નીતિશ રેડ્ડી અને વોશિંગટન સુંદર વચ્ચે 8મી વિકેટ માટે 127 રનની પાર્ટનરશીપ થઈ હતી. જે પહેલા દાવની સૌથી લાંબી પાર્ટનરશિપ છે, આ પહેલાં સ્મિથ અને પેટ કમિન્સ વચ્ચે 112 રનની અને વિરાટ કોહલી તથા જયસ્વાલ વચ્ચે 102 રનની પાર્ટનરશિપ થઈ હતી.
What a moment this for the youngster!
A maiden Test 100 at the MCG, it does not get any better than this 👏👏#TeamIndia #AUSvIND pic.twitter.com/KqsScNn5G7
— BCCI (@BCCI) December 28, 2024
નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઇતિહાસ
નીતીશ કુમાર રેડ્ડી ભારતીય ટીમનો સંકટમોચન બન્યો હતો. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં નીતિશ કુમાર રેડ્ડીએ ઇતિહાસ રચ્યો છે. નીતિશ કુમાર રેડ્ડી આ શ્રેણીમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો છે, તેણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં કોઈ મુલાકાતી બેટ્સમેન દ્વારા સંયુક્ત રીતે સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. રેડ્ડીએ આ સિરીઝમાં અત્યાર સુધી આઠ સિક્સર ફટકારી છે.