ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠોમાં અનેક જાણીતા મંદિરો, મહાદેવના શિવલિંગ અને વિશિષ્ટ ટાપુઓ-સ્થળો આવેલા છે. એમાં અરબ સાગરના અખાત પાસે વસેલું શહેર ખંભાત સદીઓથી પોતાની આગવી ઓળખ ધરાવે છે.
સુતરફેણી, હલવાસણ, અકીકના પથ્થર અને પતંગ ઉદ્યોગથી જાણીતા ખંભાતમાં આ અમુલ્ય ખજાનો તો છે જ, સાથે સ્કંધ પુરાણમાં જેનો ઉલ્લેખ છે એ ભગવાન કાર્તિક સ્વામી દ્વારા સ્થપાયેલું કુમારેશ્વર મંદિર પણ અહીં ખૂબ જાણીતું છે.
મહીસાગર, ગુપ્ત ક્ષેત્રમાં આવેલા ખંભાતના આ પૌરાણિક કુમારેશ્વર મહાદેવના શિવલિંગ પર શ્રાવણ મહિનામાં વર્ષોથી સતત સવા લાખ બિલીપત્ર અર્પણ થાય છે. શિવલિંગ પર પ્રસંગો અને ઉત્સવને અનુરૂપ શૃંગાર પણ કરવામાં આવે છે. આ વિસ્તારના શ્રધ્ધાળુઓ માટે આ સ્થળ અતિ જાણીતું અને શ્રધ્ધાનું કેન્દ્ર છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
