સેલિબ્રિટી એક્ટ્રેસની જેમ કઇ મહિલા સુંદર દેખાવા નથી માગતી? યુવતીઓ અને મહિલાઓમાં સુંદર દેખાવા માટે મેકઅપ કરવાની રીત સદીઓથી ચાલી આવે છે. અને અત્યારના સમયમાં તો યુવતીઓ સુંદર દેખાવા માટે ઘણું બધું કરે છે. હાલના સમયમાં તો યુવતીઓ વારંવાર બ્યૂટી પાર્લરની મુલાકાત લેતી હોય છે. અને મહિલાઓ પોતાની ઉંમર ઓછી દેખાડવા માટે પણ કેટલાક નુસખાઓ અપનાવતી હોય છે. પરંતુ ઘણા લોકોનું માનવું છે કે રોજ મેકઅપ કરવાથી ત્વચા ખરાબ થાય છે. તો ઉનાળામાં મેકઅપ પરસેવાનાં કારણે પ્રસરી પણ જાય છે. પરતુ જો યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં મેકઅપ કરતા હોવ તો આપને કોઇ જ તકલીફ નહીં થાય. મેકઅપ કરવા માટે ક્લિંઝર, મોઇશ્ચરાઇઝર, સીરમ, નાઇટ ક્રીમનો ઉપયોગ કરવો જોઇએ.હવે ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે યુવતીઓને આ વાત સતાવતી જ હશે કે મેકઅપ આખો દિવસ કઇ રીત ટકાવી રાખવો. કારણ કે પરસેવાનાં કારણે આખો દિવસ મેકઅપ ટકાવી રાખવો ખૂબ મુશ્કેલ બની જાય છે. અને એમાં પણ જો ઓઇલી સ્કીન હોય તો તો ખૂબ મુશ્કેલી થાય છે. પરસેવાને કારણે કાજળ, આઇલાઇનર ફેલાઇ જાય છે. મેકઅપથી ચહેરો સુંદર દેખાવાને બદલે ખરાબ લાગે છે, પણ જો ગરમીઓમાં મેકઅપ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો લાંબા સમય સુધી મેકઅપ તમારા ચહેરા પર ટકી રહેશે.
જો શક્ય હોય તો ગરમીઓમાં પાણી અને પાઉડર બેઝ્ડ મેકઅપ પ્રોડક્ટસનો ઉપયોગ કરવાનું રાખવુ જોઇએ. બને ત્યાં સુધી તમામ પ્રોડક્ટ્સ વોટરપ્રુફ હોય તો મેકઅપ લાંબો સમય ટકી રહે છે. વોટર-પ્રૂફ લિપલાઇનર, આઈલાઇનર અને મસ્કરાનો ઉપયોગ કરવો જોઇએ. મેકઅપ પહેલા જેલનો ઉપયોગ કરવો. અત્યારે બજારમાં મેકઅપ પહેલા લગાવવા માટે ઘણા બધા જેલ મળી રહે છે. અને જો એવુ ન કરવુ હોય તો તમે મેકઅપ પહેલા ચહેરો ધોઈ ગુલાબજળ પણ લગાવી શકો છો. કારણ કે તેનાથી મેકઅપ લાંબા સમય સુધી ટકી રહે છે. અને જો તમારી પાસે એ સમયે ગુલાબજળ અથવા તો જેલ ન હોય તો તમે કપડાંમાં બરફ મૂકીને પણ ચહેરા પર લગાવી શકો છો.યુવતીઓમાં લિપસ્ટિક જલદી નીકળી જવાની ફરીયાદ રહેતી હોય છે. તો એના માટે લિપસ્ટિક લગાવતા પહેલા હોઠ પર ફાઉન્ડેશન લગાવો. તેનાથી લાંબા સમય સુધી લિપસ્ટિક ટકી રહેશે. અને જ્યારે મેટ લિપસ્ટિક લગાવો ત્યારે પહેલા હળવું લિપ ગ્લોસ લગાવો. આ સાથે જ જો તમારી સ્કિન ઓઇલી હોય તો મેકઅપ પહેલા ચહેરા પર ફેસ માટેનું સીરમ આવે છે તે લગાવો તેનાથી ઓઇલીનેસ ઓછી થઈ જશે. તમે જ્યારે પણ ફાઉન્ડેશન લગવો ત્યારે એટલુ ધ્યાન રાખો કે તેને પહેલા ડોટમાં લગાવો. બાદમાં તેને આંગળીઓની મદદથી ચહેરાની ત્વચા પર એક સમાન લગાવી દો. જો તમે આટલી બાબતોનું ધ્યાન રાખશો તો ઉનાળામાં તમારો મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે અને ફેલાશે પણ નહીx.