કૃષ્ણત્વ : ભાવનાત્મક બુદ્ધિમતાનો ઉત્તમ ઉપયોગ

જય શ્રી ક્રિષ્ના
મહાભારતમાં યુદ્ધ સમયે શકુની અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ થાય છે, શકુની કહે છે, અમારાં પક્ષમા મહામહિમ ભીષ્મ છે, ગુરુ દ્રોણ છે, કવચ ધારી કર્ણ છે. છલ કે કપટ વગર તેમનું મૃત્યુ સંભવ જ નથી. અને તમારા પક્ષમા છે ધર્મ, જે કપટ નહીં કરી શકે. વિજય અમારો નિશ્ચિત જ છે. ત્યારે કૃષ્ણ ખૂબ સરસ રીતે સમજાવે છે. આજની વાત છોડો, પરંતુ છલ તો, રાજાધિરાજ રામચંદ્રના રામરાજ્યમાં પણ થયું હતું અને આજે પણ થશે જ. જયારે ભગવાને વાલીને છલથી સઁતાંયને જ માર્યો હતો અને રાવણને મારવા માટે વિભિષણની જ સહાય લેવામાં આવી હતી. છલનો આશય જો ધર્મ હોય ત્યારે છલ કપટ જ ધર્મ બની જાય છે.

આપણું વાસ્તવિક જીવન પણ આવું જ છે. જન્મ્યા બાદ ડગલે ને પગલે સંઘર્ષ છે, વાદ વિવાદ છે. મોં માં ચાંદીની ચમચી સાથે જન્મનારને પણ બધું અમસ્તું મળી જતું નથી. વાસ્તવિકતામાં માણસની સફળતાનો આધાર તેની ભાવનાત્મક લાગણીઓ અને બુદ્ધિનું સંતુલનના આધારે નકી થાય છે. ગોલેમેનના સિદ્ધાંત મુજબ, તેમના કામ અને અન્ય સામાજિક સંબંધોમાં, વ્યક્તિની સફળતા, તે પરિબળો પર આધાર રાખે જે સ્વસ્થ ભાવનાત્મક બુદ્ધિથી કામ કરે છે. અને સામાજિક સંબંધોને ટકાવવા માટે આવેગમાં નહીં પણ ભાવનાત્મક બુદ્ધિમત્તાને આધારે નિર્ણયો લે છે. અલગ અલગ વૈજ્ઞાનિકો ઈમોશનલ ઇન્ટિલિજન્સના અવનવા ઉદાહરણો દ્વારા સુખાકારી જીવનનો બોધ સમજાવે છે.

પરંતુ હિન્દૂ શાસ્ત્રમાં કૃષ્ણે આ બોધ આ 5000 વર્ષ પહેલા આપ્યો હતો. 5 હજાર વર્ષોથી આપણે કૃષ્ણને ભજીયે છીએ. કોઈ સખા સ્વરૂપમાં, કોઈ સારથી સ્વરૂપમાં તો કોઈ સ્વામી સ્વરૂપમાં. દરેક માટે કૃષ્ણએ વાસ્તવિકતા છે. એટલેજ આટલા વર્ષો પછી પણ કૃષ્ણત્વ ધરતી પર ઓસર્યું નથી. તેનું કારણ છે કે ટેક્નોલોજીકલ અને મટીરીલિયાસ્ટિક વર્લ્ડમાં પણ કૃષ્ણત્વ આજે પણ એડવાન્સમાં જ ચાલે છે. આવનારી પેઢી તેને કોઈ દેવી અવતાર કે ઈશ્વર રૂપે સ્વીકારે તો બેસ્ટ જ છે પણ મારી દ્રષ્ટિએ આવનારી પેઢીએ સફળ થવા માટે કૃષ્ણને મોસ્ટ ઇન્ટિલિજન્ટ કેરેક્ટરના રૂપમાં સ્વીકારવા જ જોઈએ. કેમ કે કૃષ્ણ, એ ઇમોશનલ ઇન્ટેલીજન્ટનુ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ઇમોશનલ ઇન્ટેલીજન્સ ટોપિક ઉપર જયારે ચોપડાઓ ખડકાયેલા છે ત્યારે કૃષ્ણનું પાત્ર અને તેનું જીવન ઇમોશનલ ઇન્ટેલીજન્સનું પુસ્તકાલય છે. જે મનથી નહિ પરંતુ પ્રેકટીકલી વિચારે છે.

કૃષ્ણ જન્મ પછી નવજાત હોવા છતાં પણ કારાવાસમાંથી, જૉ તે પોતે બહાર આવી સકતા હોય તો, તેના માતા પિતાને પણ લાવી જ શક્યા હોત પરંતુ તેને એવુ ના કર્યું. તે ગોવર્ધન પર્વત ઉપાડી શકતા હતાં ત્યારે વરસાદને પણ રોકી જ શક્યા હોત, પણ ના રોક્યો, કુરુક્ષેત્રના મેદાનમાં કાવાદાવાથી પણ પાંડવોને જીતાડવા શક્ય હતાં તો અભિમન્યુ અને પાંડુપુત્રો ને બચાવવાં, કૃષ્ણ માટે અશક્ય નહોતા જ, છતાં એને એવુ ના કર્યું. બધાજ પાંડુ વંશજૉ ને મારીને પણ ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતનો બચાવ એજ કૃષ્ણત્વની પરિસીમાં છે. કઠોરમાં કઠોર નિર્ણયો લેવામાં તેને પાછું વાળીને જોયું નથી. કૃષ્ણએ જયારે ગોકુળ છોડ્યું ત્યારે પ્રેમમાં લગભગ મરી ચૂકેલા ગોકુળવાસીઓ પાસે આવવું શક્ય હતુ. છતાં કૃષ્ણ કદી વળ્યા નથી. કારણકે તેનું આગળ વધવું વધારે જરૂરી હતુ. તે પોતે કરુણામય છે છતાં પણ તેને આવેશમાં, લાગણીથી કદી નિર્ણયો લીધા નથી.

જૉ ડોક્ટર પોતે દર્દીઓનું દુઃખ જોઈને કાંપવા લાગે તો તેનો ઈલાજ કરે કોણ, જૉ માં પોતે પોતાના બાળકને કાયમ છાતીએ વળગાડી રાખે તો બાળકનો સર્વાંગી વિકાસ શક્ય નથી. જન્મ સમયે બાળકના નવજીવન માટે માતા સાથે જોડેલી ગર્ભનાળનું કપાવું જેમ જરૂરી છે તેમ જીવનમાં આગળ વધવા માટે પ્રેક્ટિકલી વિચારવું ખૂબ જરૂરી છે.

90ના દાયકામાં જોન મેયર અને પીટર સેલ્વીએ પહેલી વખત ‘ઇમોશનલ ઇન્ટેલીજન્સ ‘શબ્દ પર પ્રકાશ પાડ્યો. કોર્પોરેટ જગતમાં તેને વારંવાર જોયું કે ઓછું ભણેલા લોકો, વધુ IQ ધરાવતા લોકો કરતાં વધુ સફળ થઇ રહ્યા હતાં, અને જેઓ વધારે ડિગ્રી અને અનુભવ ધરાવતા હતાં.. જેનું કારણ હતુ, અભણ હોવા છતાં તેઓનો હાઈ લેવલનો EQ એટલે કે ઇમોશનલ ક્વોસન્ટ.

કોર્પોરેટ વર્લ્ડમાં ઇમોશનલ ઇન્ટિલેજન્સનું ખૂબ મહત્વનું છે. તેઓ કંપનીના લીડર પણ હાઈ EQ ના આધારે ચૂંટે છે. જેઓમાં સેલ્ફ અવેરનેસ, સેલ્ફ રેગ્યુલેશન, મોટિવેશન તથા એમ્પથી કે સહાનુભૂતિ અને સોશ્યિલ સ્કીલ હોય. સાદી ભાષામાં કહીયે તો જેઓ કામ દરમ્યાન પિત્તો ગુમાવતા નથી, ગુસ્સો અને લાગણીઓને કાબુમાં રાખી શકે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં સેલ્ફ મોટીવેટ થઈ ને કામ પાર પાડી શકે છે. જ્યાં જીવનધોરણ મોટાભાગે કાલ્પનિક દુનિયાથી ઘેરાયેલું હોય ત્યાં પ્રેક્ટિકલી વિચારવું ખૂબજ જરૂરી હોય છે. એક નાની અમથી ઈમોશનલ ફૂલીશનેસ પણ પુરા સમાજ માટે કે મોટા સમૂહ માટે ધાતક સાબિત થઇ શકે છે. ધુતરાષ્ટ્રના આંધળા પુત્રમોહ થી લઈને ઢોલ વગાડીને વાયરસ ભગાડવા જેવા અસંખ્ય કિસ્સાઓ યુગોથી સતત બનતા રહે છે..ત્યારે આવા મુદ્દાઓને સમજવા જરૂરી બને છે.

ગોકુળ એ કૃષ્ણનુ હ્રદય હતુ, હાથ હતા મથુરા અને દ્વારિકા, જયારે તેઓ બુદ્ધિ અને મસ્તિષ્કથી સંપૂર્ણપણે કુરુક્ષેત્રમાં હતાં. તેણે તે સમયે અર્જુનને ગીતાપદેશ આપ્યો, જયારે અર્જુન ભાવુકતામાં સરી ચુક્યા હતાં. ગીતાનો ઉપદેશ જ ભાવુકતા અને આવેશતા સામે લડવાનું સાધન છે. તે સતત યુગોથી તમને ખોટા નિર્ણયો લેતાં રોકે છે. જીવનમાં બધુજ ગુમાવીને પણ આગળ વધવું જરૂરી હોય છે. કઈ પણ ના હોવા છતાં કર્મ કરવું અને પરિસ્થિતિઓનો સામનો કરવો જરૂરી છે. તમારી રાહમાં આવતા સગા વ્હાલા, મિત્રો,ભાઈઓ, ગુરુઓ, પુત્રો, પૌત્રો બધાજ ગૌણ બની જાય છે જયારે તમે કર્તવ્યની રાહ પર નીકળી ચુક્યા હોવ છો, ત્યારે માત્ર કર્મ અને ધર્મ જ મહત્વના હોય છે. ત્યારે પણ એજ સત્ય હતું અને આગળ પણ આજ હશે. કૃષ્ણત્વ અને ગીતાપદેશ દરેક યુગમાં લાગુ પડશે, તે આપણી આવનારી પેઢીઓને પણ ભટકતા અટકાવશે. અને એટલેજ તે અનેક કાળ બાદ પણ અવિરતપણે દરેકમાં જીવંત રહેશે.

કૃષ્ણપૂર્વક
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્યફેશનવ્યક્તિતિવ વિકાસમહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)