આજે મોટાભાગની યુવતીઓ નોકરી કરતી હોય છે. અને હવે તો મોંઘવારી પણ એટલી વધી છે કે ઘરમાં બે વ્યક્તિ ન કમાતા હોય ત્યાં સુધી ઘરનું પૂરુ કરવુ પણ ભારે પડે. ઘરનું સંભાળવા જતા અને ઓફીસમાં કામ કરવા જતા સ્ત્રીઓને પોતાના માટે સમય જ નથી મળતો. પરંતુ તમે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરો છો ત્યારે સુંદર દેખાવવુ એટલુ જ જરૂરી છે. ઘરની બહાર પગ મૂકતાની સાથે જ તે સુંદર દેખાવવી જોઇએ. કારણ કે ઓફીસમાં કામ દરમિયાન સ્ત્રીને ઘણા લોકોને મળવાનું થતુ હોય છે. કોઇને પણ મળતી વખતે તમારા બાહ્ય દેખાવથી વ્યક્તિ પ્રભાવિત થવી જરૂરી છે. આ ઉપરાંત ઓફીસમાં પણ અન્ય લોકો સ્ત્રીઓનું ઝીણવટતાથી નિરીક્ષણ કરતા હોય છે. તેથી જો તમારે રોજબરોજ બહાર જવાનુ ન થતુ હોય તો પણ સુંદર દેખાવુ જરૂરી છે.તમે ઘરે બેઠાં જ સુંદર દેખાય શકો છો. સુંદર દેખાવા માટે વધુ સમય, શક્તિ કે પૈસાની જરૂર નથી. પરંતુ સુંદર દેખાવા કેટલીક આદતો અને કામ છે જે રોજ કરવાની જરૂર છે. સૌથી પહેલા વજનની વાત કરીએ તો એવુ જરૂરી નથી કે જે પતલા હશે એ જ સુંદર દેખાશે. જેનુ વજન વધુ હોય એ પણ સુંદર દેખાય શકે છે પણ એના માટે તમારે કપડાની પસંદગી યોગ્ય રીતે કરવાની જરૂર છે. અને જો ખરેખરમાં જ તમારુ વજન વધારે હોય તો તમે તેને ઓછુ કરવા માટેના પ્રયત્નો કરી શકો છો. કારણ કે તમે એનાથી સુંદર તો દેખાશો જ સાથે-સાથે તમારી હેલ્થ અને ભવિષ્ય માટે પણ ફાયદાકારક બનશે. તમે ડાયેટ તેમજ અન્ય ઉપાયો અજમાવીને વજન ઘટાડી શકો છો. એવુ બને છે કે જ્યારે મહિલાને ઘરમાં પણ એટલુ કામ હોય અને ઓફીસમાં પણ કામ હોય ત્યારે ડાયેટ ફૂડ બનાવવાનો સમય નથી મળતો. તો તમે સલાડ અને ફ્રૂટ પણ ખાઇ શકો છો અને ઓફીસ લઇ જવા માટે તમે આગલા દિવસે રાત્રે પણ તૈયાર કરી શકો છો. જેથી બીજે દિવસે સવારે તમારો સમય પણ બચશે. યોગ્ય આહાર લેવાથી શરીર સુડોળ રહેશે અને ત્વચા પણ ચમકીલી બનશે.સુંદર દેખાવા માટે ઉઘ પણ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે જો તમારી ઉંઘ સરખી નહી થાય તો આંખની આસપાસ કાળા કુંડાળા થઇ જશે અને તમે ભલે ગમે તેટલા સુંદર લાગતા હોવ અથવા તો ગોરા હોવ કાળા કુંડાળા સાથે ખરાબ લાગશે. ભલે તમારે ગમે તેટલુ કામ હોય પરંતુ પૂરતી ઉંઘ લેવી જ જોઇએ. આ સાથે જ વાળને સુંદર રાખવા અઠવાડિયામાં બે વખત શેમ્પૂ અને કંડિશનર કરવુ જોઇએ અને વીકેન્ડમાં વાળમાં તેલ નાખવુ જોઇએ. અને તમે ઓફીસ જાવ ત્યારે તમારા કપડાને સૂટ થાય તેવી હેરસ્ટાઇલ કરવાનું રાખો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે શેમ્પૂ અને કંડિશનર તમારા વાળને અનુરૂપ વાપરવાનુ રાખો. જો તમને વીકેન્ડમાં સમય મળતો હોય તો વાળમાં પેક લગાવવાનું રાખો જે તમને સરળતાથી બજારમાં મળી રહેશે.વાળ બાદ ચહેરાની સુંદરતા પણ એટલી જ જરૂરી છે. તમે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરો છો ત્યારે એ જરૂરી છે કે રોજ ઓફીસ મેકઅપ કરીને જ જવુ પડે છે. ત્યારે ધ્યાન રાખો કે મેકઅપ તમારી ત્વચાને સૂટ થાય એવો અને સારી ગુણવત્તાનો હોય. મેકઅપ કર્યા બાદ રીમુવ કરવા માટે મેકઅપ રીમુવરનો ઉપયોગ કરવો અથવા તો ગુલાબજળ પણ વાપરી શકો છો. અઠવાડિયામાં બે વખત ચહેરા પર ફેસપેક લગાવવો. ચણાનો લોટ, હળદર અને થોડુ ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. ચહેરાની જેમ જ દાંતની પણ યોગ્ય સારવાર લેવી જોઇએ. દરરોજ રાતે અને સવારે એમ બંને ટાઇમ ઓછામાં ઓછી પાંચ મિનીટ દાંતને સાફ કરવા પાછળ કાઢો. કારણ કે તમારી પર્સનાલિટીમાં દાંત પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.હાથ અને પગનું પણ એટલુ જ ધ્યાન રાખવુ પડે છે. ખાસ કરીને આંગળી અને નખની સારવાર જરૂરી છે. દર અઠવાડિયે નેઇલ પોલીશ બદલો. પગમાં એડીની સૂકી ત્વચાને અઠવાડિયે એક વખત પ્યુમિક સ્ટોનથી ઘસવી. મહિનામાં એક વખત અથવા તો તમારી જરૂરિયાત પ્રમાણે વેક્સિંગ, મેનિક્યોર, પેડિક્યોર કરાવવુ. સુંદર દેખાવા તમારે ઘરે આટલુ તો કરવુ જ જોઇએ.