એક્સ્ટેટિક ફેસીસ ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના નીતનવી યોજનાઓના અમલ માટે કરવામાં આવી છે. આ યોજનાઓથી વ્યાપક સ્તરે મહિલાઓને લાભ થાય છે એટલું જ નહીં, પરંતુ ગરીબીની રેખા નીચે જીવતી મહિલાઓ અને તરૂણીઓનાં જીવનમાં સારી અસર ઉપજાવે છે. સંસ્થાનો એકમાત્ર ઉદ્દેશ્ય મહિલાઓ અને તરૂણીઓ માટે અવસરોનું નિર્માણ કરવા પૂરતો સીમિત નથી, પરંતુ ગ્રામિણ સ્તરે ઓછાં વિશેષાધિકારોપ્રાપ્ત યુવાઓ તથા બાળકોનાં સશક્તિકરણનો પણ છે.
એક્સ્ટેટિક ફેસીસ ફાઉન્ડેશનનું માનવું છે કે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના SDGs (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ – નિરંતર વિકાસ લક્ષ્ય) સાથે તાલમેલ જાળવીને કામ કરતી વખતે તરૂણીઓનાં સશક્તિકરણ, આરોગ્ય, ગરિમા અને સલામતીનો એક વ્યાપક તેમજ વિવિધ ક્ષેત્રોને આવરી લે તેવો દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. સંસ્થા તમામ તરૂણીઓ તથા મહિલાઓને ફાયદા, વિનિમય, સલાહ, સુધાર અને સહયોગના અવસરોની પ્રાપ્તિ થાય એ માટે એમને આધાર પૂરો પાડીને એમનો પરફોર્મન્સ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સામાજિક ન્યાયના સિદ્ધાંતને વરેલી આ સંસ્થા જાતિ સમાનતા અને નિરંતરતાના ધ્યેયને હાંસલ કરવાની દિશામાં કામ કરે છે.
ખેલકૂદમાં એવી શક્તિ રહેલી છે કે તે લોકોનાં જીવનમાં પરિવર્તન લાવી દે છે. તેથી તરૂણીઓને આત્મનિર્ભરતા, સંયમ અને આત્મવિશ્વાસના ગુણો શીખવીને સમાજમાં જાતિ સમાનતાનો પ્રસાર કરવાનો સંસ્થાનો પ્રયાસ રહેલો છે. રમતગમતોમાં તરૂણીઓનાં સમાવેશથી આ ક્ષેત્રમાં પુરુષોનો રૂઢિવાદી અભિગમ દૂર થાય છે. તેથી સંસ્થા સમાજમાં ઓછાં વિશેષાધિકારપ્રાપ્ત તરૂણીઓને ફૂટબોલ રમવા માટે પ્રેરિત કરવાના પ્રયાસોને વેગ આપવા ઈચ્છે છે, જેથી જાતિપ્રેરિત અંતરનો અંત આવે.
એક્સ્ટેટિક ફેસીસ ફાઉન્ડેશન તમામ રમતગમતોમાં તરૂણીઓનાં મહત્ત્વ પર જોર આપવા માગે છે. આ પહેલથી ગરીબીની રેખા નીચે જીવતી અને ઓછાં વિશેષાધિકારપ્રાપ્ત તરૂણીઓને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહન મળશે અને એમનું સશક્તિકરણ થઈ શકશે. આ એવી યુવાવય છે જ્યાં આત્મ-સમ્માન ખૂબ જ ધીમી ગતિનું હોઈ શકે છે તેથી ફૂટબોલની રમત એમનામાં આત્મવિશ્વાસ જગાડવામાં મોટું બળ પૂરું પાડી શકે છે. તે આ કન્યાઓને આત્મ-સમ્માનની ભાવના કરાવશે, એમને ચિંતાનો સામનો કરવામાં મદદરૂપ થશે અને સૌથી વધારે મહત્ત્વપૂર્ણ રીતે એમનું સશક્તિકરણ કરશે જેથી તેમનામાં એમનાં લક્ષ્યોને સિદ્ધ કરવામાં આત્મવિશ્વાસ જાગશે. આ રમત તરૂણીઓની શારીરિક સુસજ્જતા માટે પણ ઉત્તમ છે.
સંસ્થાના ફૂટબોલ કાર્યક્રમનો આરંભ કરશે ક્વીન્સલેન્ડનું એક પ્રતિનિધિમંડળ જેમાં આ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છેઃ
ઈયાન હિલી – ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્વીન્સલેન્ડ ક્રિકેટના બોર્ડ સભ્ય
ટેરી સ્વેન્સન – સીઈઓ, ક્વીન્સલેન્ડ ક્રિકેટ
એડમ ડેલ – ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને ક્વીન્સલેન્ડ ક્રિકેટ અને બ્રિસ્બેન હીટના જનરલ મેનેજર (સેલ્સ એન્ડ પાર્ટનરશિપ)
ડો. આશુતોષ મિશ્રા – પ્રોજેક્ટ મેનેજર-મલ્ટીકલ્ચરલ એન્ગેજમેન્ટ, ક્વીન્સલેન્ડ ક્રિકેટ
આ કાર્યક્રમ સાંજે પાંચ વાગ્યાથી શાંતિનિકેતન સિનિયર લાઈવિંગ, અડાલજ ખાતે યોજવામાં આવશે.
ઉક્ત પ્રતિનિધિમંડળે એક્સ્ટેટિક ફેસીસ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બે સ્પોર્ટ્સ કાર્યક્રમની જાણકારી મેળવી છે – ECG સ્કાઉટ પ્રોગ્રામ અને તરૂણીઓ માટે ફૂટબોલ તાલીમ. આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર તરૂણીઓ માટે ટ્રેનિંગ એપરલ્સ બ્રિસ્બેન હીટ તરફથી પૂરા પાડવામાં આવ્યા છે. બ્રિસ્બેન હીટ સંસ્થા બ્રિસ્બેન ક્રિકેટ એસોસિએશનનો એક હિસ્સો છે.
પ્રતિનિધિમંડળનાં સભ્યોએ તરૂણીઓની પ્રગતિથી અને એક્સ્ટેટિક ફેસીસ ફાઉન્ડેશનનાં કાર્યક્રમોથી ખૂબ જ પ્રભાવિત થયાં છે. તેઓ તરૂણીઓ સાથે ફૂટબોલ પણ રમ્યા હતા અને કાર્યક્રમો માટે સહયોગ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
