તમને વિશ્વાસ નહીં થાય કે એક સમયે બળતણ અને તાપણાં માટે વપરાતો કોલસો આજે સૌદર્ય માટે વપરાય છે. હા, છેલ્લાં કેટલા સમયથી સુંદરતામાં વધારો કરવા માટે કાળા કોલસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. થોડા સમયથી એક્ટિવ ચારકોલનો ઉપયોગ વધી રહ્યો છે. સુંદરતાને વધારવા માટે વપરાતા કોલસાના પાઉડરને ચારકોલ તરીકે ઓળખીએ છીએ. જો કે મેડિકલ અને બ્યુટી માટે વપરાતો ચારકોલ બંને અલગ હોય છે. કોલસાના ભૂકાને કેમિકલ પ્રોસેસ દ્વારા પ્યોર કરીને એને ઑક્સિજનેટેડ કરવામાં આવે છે. જેથી એનામાં રહેલુ જે ક્રૂડ ફોર્મ દૂર થઇ જાય છે અને હેલ્થ-ફ્રેન્ડ્લી બની જાય છે જેને તમે સુંદરતા માટે વાપરી શકો છો.
ચારકોલને ક્લિન્ઝર, ફેસ માસ્ક, સ્ક્રબ્સ અને સાબુની રીતે ઉપયોગ કરી શકીએ છીએ. ચારકોલ તમારી ત્વચા પર રહેલી ગંદકી, પ્રદુષણ અને જર્મ્સ વગેરેને શોષી લઇ તમારી ત્વચાની બહાર કાઢી દે છે. જો તમે રાતના સૂતા પહેલા ચારકોલ બેઝ્ડ ફેશવોશ વાપરો તો તમારો ચહેરો નીખારવામાં મદદ કરે છે. ચારકોલ એક પાવરફુલ ક્લિન્ઝર છે. ચેહરાના ખીલ, બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ દૂર કરવામાં મદદ કરે છે. જેથી તમારા ફેસ પર કોઇ જ પ્રકારના ડાઘ અથવા ધબ્બા રહેતા નથી. ચારકોલ લગાવવાથી ઓઇલી સ્કિનથી સરળતાથી છુટકારો મળી જાય છે. ચારકોલ ત્વચા માટે એટલુ ઉત્તમ છે કે ત્વચામાંથી મૃત કોશિકાઓને દૂર કરે છે અને ત્વચાને સુંદર બનાવે છે.
ચારકોલના ફાયદાની વાત કરીએ તો તે ઘણા સ્કીન પ્રોબલેમ્સમાં અસરકારક નિવડે છે. આ નેચરલ બ્યૂટી ટ્રીટમેંટ હજારો વર્ષોથી ક્લિન્ઝર તરીકે વપરાય છે. ચારકોલથી ખીલ કે ફોલ્લી જેવી સમસ્યાઓમાંથી મુક્તિ પણ મળે છે. ચારકોલ એકને દૂર કરવામાં મદદરૂપ તો છે જ પણ સાથે સાથે ઘા પર લગાવવાથી પણ રાહત મળે છે. ત્વચામાંથી ઝેરી અને હાનિકારક તત્વોને દૂર કરવામાં ઉપયોગી છે. હવે ઉનાળામાં સૌથી વધુ પ્રોબ્લેમ એ થાય છે સ્કીન ઓઇલી જલદીથી થઇ જાય છે તો એ ન થાય એના માટે પણ ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કીન ઓઇલી થતા સ્કીન પર ખીલ, ફોલ્લીઓ જેવી સમસ્યા થાય છેે. તમારી આ સમસ્યાને ચારકોલ ઝડપથી દૂર કરે છે. ચારકોલ સ્કીનમાંથી વધારાનું ઓઇલ ખેંચવામાં અસરકારક છે. પરંતુ અઠવાડિયામાં બે વારથી વધુ વાર ચારકોલને ચહેરા પર ન લગાવવો જોઇએ. નહીં તો તમારી સ્કીનમાંથી હાઇડ્રેશન ઘટી જશે. ડ્રાય સ્કીન ધરાવતા લોકોએ તો આ ટ્રીટમેન્ટ બિલકુલ ન કરવી જોઇએ. ચારકોલ ખોડો દૂર કરવામાં પણ મદદરૂપ છે. બજારમાં ચારકોલની કેપસૂલ મળે છે અથવા તો એક ચમચી જેટલો એક્ટિવેટેડ ચારકોલને તમારા શેમ્પૂમાં એડ કરી દો અને સ્કાલ્પમાં હળવે હાથે લગાવો. જો કે ચારકોલને કાઢવા માટે તમારે વધારે વાર વાળ ધોવા પડશે. થોડા જ સમયમાં તમને વાળમાં સુધારો જોવા મળશે.
તમે ચારકોલ માસ્કને ને ઘરે પણ બનાવી શકો છો. એના માટે તમને ચારકોલ પાઉડર, મુલતાની માટી અને ગ્રીન ટીની જરૂર પડશે. એક ચમચી ચારકોલ પાઉડર, એક ચમચી મુલતાની માટી લઇને ગરમ કરેલી ગ્રીન ટીને મિક્સ કરી દો અને એક પેસ્ટ બનાવી લો. આંખના ભાગને છોડીને માસ્કનું જાડું લેયર તમારી સ્કીન પર લગાવી દો. અને સૂકાઇ જાય પછી તેને ભીના કોટનથી લૂછી લો. અને ત્યારબાદ સ્કીન પર ઓઈલ ફ્રી મોઈશ્ચરાઈઝર લગાવો. તમે ગુલાબ જળનો ઉપયોગ કરીને પણ માસ્ક બનાવી શકો છો. ચારકોલ અને ગુલાબ જળને મિક્સ કરી તેમા ટ્રી ઓઇલનાં બે ટીપાં ઉમેરી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવી દો. અને પછી હૂંફાળા પાણીથી અથવા ભીના કોટનથી માસ્કને હટાવી દો. અને બસ પછી થોડા જ સમયમાં તમારો ચહેરો ગ્લો કરવા લાગશે.