વંદે ભારત…

ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં સેલ્સ પાર્ટનર્સ મીટ હતી. હવે મોટા ભાગની મિટિંગ્સ ઝૂમ અને ટીમ્સ પ્લેટફોર્મ્સ પરથી થાય છે. આ નિમિત્તે થેન્ક યુ. બે વર્ષ પૂર્વે સેન હોજેમાં `ઝૂમ’ હેડક્વાર્ટર્સના બ્િલ્ડિંગની બિલ્ડિંગ બહાર કાર થોભાવીને ઊતરી અને તે વાસ્તુને મન:પૂર્વક નમસ્કાર કર્યા. કોવિડનાં બે વર્ષમાં આપણને એકબીજા સાથે સંપર્કમાં રાખવામાં `ઝૂમ’ ભગવાનની જેમ મદદે આવ્યું. આમ જોવા જોઈએ તો અમે આવું ગાંડપણ કરીએ છીએ. એટલે કે હું અને સુનિલા કાર હાયર કરીને એપલ, ગૂગલ કેમ્પસની મુલાકાત લઈએ અથવા પ્રદક્ષિણા કરીને પાછાં આવીએ. કેલિફોર્નિયાના ક્યુપરટિનોમાં એપલના હેડક્વાર્ટર્સના શોરૂમમાં જઈને ત્યાં યુ.એસ.એ. ટુરની યાદગીરી તરીકે નવું કાંઈક, અર્થાત જરૂરતનું વેચાતું લઈએ. ભલે આ કંપની સંપૂર્ણપણે કમર્શિયલ હોય,`ધે મીન બિઝનેસ!’ એવી હોઈ શકે, પરંતુ તેમણે પોતાનું આયુષ્ય એટલું આસાન કરી નાખ્યું છે કે, મને આ આધુનિક તીર્થધામ લાગે છે અને પછી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે અમે તેમનાં દર્શન કરીએ છીએ.અમારા સેલ્સ પાર્ટનર્સની મીટમાં જેમને આવવું હોય તેઓ આવે છે અને વર્ચ્યુઅલ મિટિંગ્સનો ડિટોક્સ લીધો હોય તેમ અમે ત્રણ-ચાર કલાક એકબીજા સાથે પ્રત્યક્ષ સંવાદ સાધીએ છીએ. આવા આ પ્રત્યક્ષ સંવાદની તક ઓછી મળતી હોવાથી તેમાં એક પ્રકારનો સંતોષ હોય છે. તેમના પ્રશ્ન અને અમારા ઉત્તરો એવો સામાન્ય રીતે એજન્ડા હોય છે. એક અર્થમાં આ `નો એજન્ડા’ મિટિંગ્સ હોય છે. `પ્રત્યક્ષ એકબીજાને મળીને, વાતો કરીએ અને પછી જો કોઈ પ્રશ્ન હોય તો તેનો ઉકેલ લાવીએ,’ એટલી જ અપેક્ષા હોય છે. આ સંવાદ ચાલતો હતો ત્યારે એક પાર્ટનરે કહ્યું, `આપણે ટ્રેનથી ટુર્સ કેમ કરતા નથી?’ અમે કશું કહીએ તે પૂર્વે અન્ય એકે કહ્યું, `નહીં-નહીં આજકાલ કોઈ પણ ટ્રેનથી જવા માગતા નથી. એટલો સમય ક્યાં હોય છે?’ ઘણા બધાએ `હા સાચી વાત છે’ એમ કહીને માથું હલાવ્યું. તે સમયે એક અવાજ આવ્યો, `અરે પણ તમે `વંદે ભારત’ ટ્રેનથી ગયા છો ક્યારેય? શું મસ્ત ટ્રેન્સ છે. રુઆબદાર, ક્લીન, હાઈસ્પીડ, ઓટોમેટેડ ડોઅર્સ, ફાયર સેન્સર્સ, સી.સી.ટી.વી. કેમેરા, વાયફાય ફેસિલિટી, બટરી બેક અપ, જી.પી.એસ. એમ મસ્ત સરંજામ ધરાવતી આ ટ્રેન્સ ખરેખર બહુ સરસ છે.’ અને પછી શરૂ થયો વંદે ભારત ટ્રેન્સ પરસંવાદ. દરેક જણ આ ટ્રેન્સ વિશે પોતાનો મત નોંધાવતા હતા.

સૌથી મહત્ત્વની વાત મને એ જણાઈ કે આ વંદે ભારત ટ્રેન્સ પ્રત્યે બધાના મનમાં અભિમાન હતું. એટલે કે, અહીં કાળચક્ર ઊલટુ ફરતું દેખાયું. એક જમાનો હતો જ્યારે અમે અને પર્યટકો ફક્ત ટ્રેનથી પ્રવાસ કરતાં. આ પછી ટ્રેન કે વિમાન એવો વિકલ્પ ઉપલબ્ધ થયો. જોકે બનતું એવું કે ટ્રેનથી આવનારા પર્યટકો અને વિમાનથી આવનારા પર્યટકો વચ્ચે પર્યટકોમાં ભેદભાવ દેખાતો. એટલે કે ટ્રેનથી આવનારા પર્યટકોમાં તે દેખાતો. સેકન્ડ ક્લાસમાં હોય તે નીચેનો અને એસીમાં હોય તે ઉપરનો ક્લાસ. તે જ પછી વિમાનની બાબતમાં થયું. જે ટ્રેનમાં એ.સી.માં આવે તે નીચેનો થયો ને જે વિમાનથી આવ તો તે ઉપરનો ક્લાસ. અગાઉ જ્યારે ટ્રેન અને વિમાનથી આવેલા પર્યટકો એક જ ટુરમાં ભેગા થતા ત્યારે વિમાનથી આવેલા પર્યટકમાંથી અમુક એરલાઈન્સનો ટેગ પર્સ અથવા બેગ પર યથાવત રાખી મૂકતા. કારણ કે અન્યોને બતાવવાનું હોય છે કે તેઓ વિમાનમાંથી આવ્યા છે. ધીમે-ધીમે સમય મહત્ત્વનો બન્યો અને વિમાન પ્રવાસ જીવનની એક મહત્ત્વની જરૂરિયાત બની. ટ્રેનનો પ્રવાસ અમે ભૂલી ગયાં અને પ્રવાસીઓ પણ. ટ્રેનથી જવાનું સમય માગી લેનારું હોવા સાથે સ્વચ્છતા, ભોજનની બાબતમાં મધ્યમ વર્ગને એરપોર્ટસ અને ત્યાંની એકદર ફેસિલિટીઝે મોહિત કર્યા. અર્થાત રાજધાની એક્સપ્રેસ,શતાબ્દિ એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, ગતિમાન, દુરાંતો એમ મસ્ત-મસ્ત ટ્રેન્સે લોકોના મનમાં રેલવે પ્રત્યેનો આદર જીવંત રાખ્યો હતો અને હવે વંદે ભારતે તો કમાલ કરી બતાવી. લોકોનો રેલવે પરનો વિશ્વાસ વધ્યો. બલકે, ટ્રેનથી જવામાં તેમને અભિમાન લાગવા માંડ્યો. ઘેર-ઘેર, ફ્રેન્ડ્સમાં વંદે ભારત પર ચર્ચા થવા લાગી. `વંદે ભારતનો પ્રવાસ’ એક એસ્પિરેશન બની ગયો અને લોકો રેલવે તરફ વળ્યા. ટ્રેનમાં ફરતી વખતે જે નીચાપણું મહેસૂસ થતું હતું તે ઓછું થયું. વિદેશમાં ટ્રેન અને વિમાનમાં ભેદભાવ કરાતો નથી. એકથી અન્ય જગ્યાએ જતી વખતે `સૂટેબલ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ’ એટલું જ તેમને ત્યાં જોવામાં આવે છે. આ નીચાપણું, તે મોટાપણું એવો વિચાર નથી હોતો અને આવું જ હોવું જોઈએ. તે આ વંદે ભારત એક્સપ્રેસની બાબતમાં બની રહેલું જોવા મળે છે. `હું ટ્રેનથી જઈ રહ્યો છું, હું વંદે ભારતથી જઈ રહ્યો છું, મેં તેજસ એક્સપ્રેસ બુક કરી છે ફેમિલી માટે’ એવું ચિત્ર દેખાય છે. રેલવેનો પ્રવાસ ફરી એક વાર સ્ટેટસ સિમ્બોલ બનવા લાગ્યો. થેન્ક યુ ટુ શ્રી સુધાંશુ મણિ અને તેમની ટીમ, જેમણે `મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત આ ટ્રેન પ્રત્યક્ષ સાકાર કરી. આપણા સન્માનનીય વડા પ્રધાને સતત `આત્મનિર્ભર ભારત’ દ્વારા આ પ્રકલ્પને પ્રોત્સાહન આપ્યું અને આજે 136 વંદે ભારત એક્સપ્રેસ ભારતમાં આપણને એકથી અન્ય ઠેકાણે લઈ જાય છે અને આવી પાંચસો ટ્રેન્સ દોડાવવાનો તેમનો સંકલ્પ છે. આમાં હવે સ્લીપર ટ્રેન્સ પણ આવી રહી છે. મહત્ત્વનો મુદ્દો એ છે કે વંદે ભારતે પ્રવાસીઓને ફરીથી રેલવે તરફ આકર્ષિત કર્યા છે. ભારતીયોમાં રેલવેનું આકર્ષણ જગાવ્યું છે. રેલવે વિશે તેમના મનમાં અભિમાન જાગૃત થયો છે.એકાદ બાબતનું આકર્ષણ હોવું, આકર્ષિત થવું તેવી પરિસ્થિતિ નિર્માણ કરી શકાય છે. સિચ્યુએશન્સ કેન બી ટર્ન્ડ અકાઉન્ડ, એ આપણને વંદે ભારત ટ્રેને બતાવી આપ્યું છું. `અરે યાર, આ વખતે મને બોરિંગ ટ્રેનથી જવું પડવાનું છે’ તેને બદલે `અરે તને ખબર છે હું વંદે ભારતથી જવાનો છું. શું મસ્ત ટ્રેન છે. ટૂ ગૂડ એક્સપીરિયન્સ, મને આજકાલ વિમાન કરતાં ટ્રેન જ સારી લાગે છે.’ આ પરિવર્તન લાવવાની ક્ષમતા આપણા જ દેશે, આપણા જ માણસોએ બતાવી દીધી છે. `આય હેવ ટૂ’પરથી `આય વોન્ટ ટુ’ તરફ આપણને દોર્યા છે.

સેલ્સ પાર્ટનર્સની મિટિંગે મને વિચારમાં મૂકી દીધી. આ એક ટ્રેને પરિસ્થિતિ બદલી, મન:સ્થિતિ બદલી. આકર્ષણ નિર્માણ કર્યું. મારા ઘરની બાબતમાં હું વિચાર કરવા લાગી. મને ઘરનું આકર્ષણ હોય છે ખરું? વર્ષમાં છ મહિના હું મહારાષ્ટ્રની બાહર અથવા દેશની બાહર હોઉં છું. મને વિદેશમાં જ રહેવાનું ગમે છે કે પોતાના ઘરે આવવાનું આકર્ષણ હોય છે? અને જો મને મહેસૂસ થાય કે મને બહાર ફરવાનું ગમે છે, ઘરે આવવાનું મન નથી તો મારે જાગી જવું પડશે, મારા ઘરનું મને આકર્ષણ શા માટે નથી તેનું કારણ મારે શોધી કાઢવું પડશે? ઘર અસ્વચ્છ છે તેથી? ઘર વાસણોનો ડેપો છે તેથી? ઘરના માણસો મારું સાંભળતાં નથી તેથી? ફક્ત પોતાને જ નહીંપણ મારા ઘરના માણસોને ઘર આવવાનું મન થાય છે કે નહીં તે પણ ચેક કરવું જોઈએ. અને પછી બધાએ મળીને પ્રયાસ કરીને રેલવેની જેમ સિચ્યુએશન બદલવી જોઈએ. ઘરનું આકર્ષણ હોવું જ જોઈએ એવું મને લાગે છે. મારા ઘરને, મને સંભાળનારી વર્ષા અને શ્રુતિને તેમના ઈન્ડકશનમાં કહેવાયું કે, `તમારે એક જ ધ્યાનમાં રાખવાનું છે કે એક જ ઘર છે આપણું અને તે `ઘર એક મંદિર’ જેવું આપણે સાચવવું જોઈએ, રાખવું જોઈએ.’જે ઘરની બાબતમાં છે તે જ સ્કૂલની બાબતમાં છે. અહીં પણ આપણે ચેક કરવું જોઈએ કે સ્કૂલમાં જવાનું આકર્ષણ આપણા બાળકોને છે કે નહીં? તેમને સ્કૂલ ગમે છે કે નહીં? સ્કૂલમાં જવા બાળકોમાં તેટલો જ ઉત્સાહ હોય છે કે નહીં? અને અહીં સ્કૂલનું મોટે ભાગે આકર્ષણ થાય તે માટે કામ કરવું જોઈએ. બાળકો સ્કૂલમાં જવા કંટાળો કરતા હોય તો તેનું આત્મપરીક્ષણ કરવું જોઈએ. કાંઈક એવું કરવું જોઈએ કે બાળકો સ્કૂલમાં જવા માટે આકર્ષિત થાય. બાળકોએ ખુશીથી સ્કૂલમાં જવું જોઈએ અને સ્કૂલ પતી ગયા પછી તેમને ઘરે આવવાનું પણ મન થવું જોઈએ.

રોજ સવારે ઓફિસમાં જવાનું મન હોય અને સાંજે ઘરે આવવાનું મન હોય તે રીતે આપણે આપણું કરિયર, આપણું ઘર અને આપણું જીવન સારી રીતે કેળવ્યું છે એમ કહી શકાય. અને આ બાબત આપોઆપ થતી નથી. તે માટે વિચારપૂર્વક બહુ કામ કરવું પડે છે. કહેવાય છે ને કે જીવન અવરોધોની રેસ છે, પછી તે અવરોધ સહજ રીતે દૂર કરવાની આપણી પણ તૈયારી હોવી જોઈએ.

અમારી કોર્પોરેટ ઓફિસમાં અમે ફોલો કરીએ તે દસ કમાન્ડમેન્ટ્સ લખી રાખ્યા છે. તેમાં એક છે, `એમ આય પોપ્યુલર એન્ડ ડાઉન ટુ અર્થ?’ આપણે પોતે જ પોતાને સતત ચેક કરવું જોઈએ. ઓર્ગેનાઈઝેશનમાં અનેક લીડર્સ હોય છે અને ઓર્ગેનાઈઝેશન ચલાવતી વખતે આપણું ધ્યાન આ સર્વ લીડર્સ પર હોવું જોઈએ. લીડર્સ સાથે રહેવાનું, લીડર સાથે બોલવાનું આકર્ષણ તેમના ટીમ મેમ્બર્સને છે કે નહીં? એ જોવું જોઈએ. લીડરના સકસેસ મંત્રની અનેક બાબતોમાંથી આ એક છે, જે તે લીડરે પણ સતત ચેક કરવું જોઈએ. ટૂકમાં પોતાની અંદરપણ આત્મપરીક્ષણની આદત કેળવવી જોઈએ.

આપણને ઘરનું આકર્ષણ, બાળકોને સ્કૂલનું આકર્ષણ, યુવાનોને કરિયરનું આકર્ષણ,દરેકને કામનું આકર્ષણ… આ બધામાં ટોપ પર છે આપણને આપણા દેશનું આકર્ષણ હોવું જોઈએ, દેશ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. સારા દેશ નિર્માણ કરવાની જવાબદારી મોટે પાયે રાજકારણીઓની હોય છે પરંતુ આપણા બધાએ મળીને આ દેશ બનાવવાનો છે, તેથી આપણે દરેકે એક સારા નાગરિક બનવાની જવાબદારી પાર પાડવાની છે.

ઓહ, ઘણું બધું `બેન ડ્રેન’ ઓલરેડી થઈ ગયું છે. હવે તો જાગી જઈએ. આપણી ફરજ સારી રીતે પાર પાડીએ અને ખરા અર્થમાં આપણા સુજલામ સુફલામ ભારતનું આકર્ષણ આપણી ભાવિ પેઢીને થાય તે માટે યોગદાન આપીએ.ફક્ત ભારતીયોને જ નહીં પણ ફોરેનર્સને પણ આપણા ભારતમાં આવવાનું આકર્ષણ હોવું જોઈએ એવું કામ આપણી પાસેથી થવું જોઈએ અને તે આપણું લક્ષ્ય હોવું જોઈએ.