પ્રવાસ કરતી વખતે ધૂળ, તડકો, પ્રદૂષણના સંપર્કમાં આવવાથી ત્વચા સૂકી, શ્યામ અને નિસ્તેજ થઈ જતી હોય છે. એની સંભાળ રાખવા માટે આટલું કરશોઃ
- ફેસવોશ, મોઈસ્ચરાઈઝર, સનસ્ક્રીન વગેરે સાથે રાખવા.
- ક્લીન્ઝિંગ મિલ્ક સાથે રાખવું. લાંબી સફરમાં દિવસમાં બે વાર, ટૂંકી સફરમાં એક વાર ચહેરા પર લગાડવું. ત્યારબાદ ચહેરા પર ટોનર લગાડવું.
- પર્સમાં લિપ બામ રાખવું, હોઠને મોઈસ્ચરાઈઝ કરવા. ખાસ કરીને એરકન્ડિશન્ડ કોચમાં પ્રવાસ કરતા હો ત્યારે. એનાથી હોઠ સૂકા નહીં પડે.
- હેવી મેકઅપ ન કરવો. હોઠ પર લાઈટ શેડની લિપસ્ટિક લગાડવી.
- હાથમાં રૂમાલ રાખવો, એનાથી ચહેરો થોડી-થોડી વારે લૂછતાં રહેવો, એનાથી ધૂળ નહીં બાઝે, ચહેરો સાફ-ફ્રેશ લાગશે.
- આંખોની કાળજી લેવા સનગ્લાસ પહેરી રાખવા.
- કોલ્ડ ડ્રિન્ક પીવાનું ટાળવું, પણ પાણી ભરપૂર પીવું. એનાથી ત્વચામાં ભેજ (મોઈસ્ચર) જળવાશે.