વેકેશનગાળો શરૂ થઈ ગયો છે. કેટલાક લોકો કામની વ્યસ્તતાને કારણે પ્રવાસે જવા માટે પ્લાનિંગનો સમય ફાળવી શક્યા ન હોય તો એમને મદદરૂપ કે ઉપયોગી થઈ શકે એવી પાંચ એપ્લિકેશન છે. એને ડાઉનલોડ કરીને તમે સારી ટ્રિપનું આયોજન કરી શકો છો.
ટ્રેવકાર્ટ Travkart
આ એપ કસ્ટમાઈઝ્ડ ફિક્સ્ડ ડિપાર્ચરમાં વિશેષતા ધરાવે છે. આમાં એર અને નોન-એર, બંને પેકેજનો સમાવેશ છે. આમાં ભારત ઉપરાંત દુનિયાના અનેક સરસ પ્રવાસ-પર્યટન સ્થળો પણ સામેલ છે. આની મદદથી તમને તમારી ટૂરને તમારી અનુકૂળતા અનુસાર કસ્ટમાઈઝ કરવાની સુવિધા મળે છે.
ઘણી વાર એવું બનતું હોય છે કે પ્રવાસ માટે સામાન પેક કરતી વખતે અમુક જરૂરી ચીજવસ્તુઓ ભૂલાઈ જતી હોય છે. એને કારણે પ્રવાસની મજા બગડી જાય છે. એવી સ્થિતિમાં આ એપ દ્વારા તમને પેકિંગ ચેકલિસ્ટ મળે છે જેના આધારે તમે ઝટપટ તમારી મોટી અને નાની ચીજવસ્તુઓને પેક કરી શકો છો. આ એપમાં એક એવું ફીચર છે જેમાં તમે ટ્રાવેલ તારીખ નાખો કે એમાં હવામાન અનુસાર તમને પેકિંગ લિસ્ટ જોવા મળે છે. આ એપમાં તમને સવાલો પૂછવામાં આવે અને તમે જવાબ આપો એના આધાર પર એ તમને જરૂરી સામાનની યાદ પણ અપાવે છે.
એક્યૂવેધર AccuWeather
આ એપ 100થી વધારે ભાષાઓમાં ઉપલબ્ધ છે. એમાં હવામાનનું અનુમાન દર મિનિટે અપડેટ થાય છે. ધારો કે ક્યાંક વરસાદ પડતો હશે તો આ એપ ચેક કરીને તમે અગાઉથી જ રેઈનકોટ કે છત્રી લઈને ત્યાં જઈ શકો.
સિટઓરસ્ક્વોટ SitOrSquat
ઘણી વાર સફર કરતી વખતે તમને શૌચાલય શોધવામાં તકલીફ પડતી હોય છે. શૌચાલય મળે તો એ ગંદા હોય, એને કારણે ચેપ લાગવાની સંભાવના રહે. એવામાં SitOrSquat એપ તમને મદદરૂપ થઈ શકે છે. આ એપમાં તમને એક લાખ જાહેર શૌચાલયો, કે પબ્લિક રેસ્ટરૂમ્સની જાણકારી મળે છે. એમાં બાથરૂમ્સના રેટિંગ પણ અપાયેલા હોય છે. શૌચાલય સ્વચ્છ હોય તો એને Sit રેટિંગ મળે છે અને સ્વચ્છ ન હોય તો એને Squat રેટિંગ મળે છે.
ડીટુઅર Detour
ધારો કે તમારે કોઈ ફેન્સી ટૂર પર નથી જવું, પણ એવા નવા વિસ્તાર વિશે જાણવું છે તો Detour તમને ઉપયોગી થઈ શકે છે. આ ઓડિયો એપ પસંદગીના શહેરોમાં વોકિંગ ટૂરની ઓફર કરે છે. મતલબ કે ઓડિયો ક્લિપ્સ મારફત તમને ટિપિકલ ટૂરિસ્ટ સ્થળોને બદલે એવા સ્થળોની જાણકારી મળશે જેમને સ્થાનિક લોકો વધારે મહત્વના ગણે છે.